- સુરતમાં ડોર ટુ ડોરની ગાડીએ બાળકને લીધો અડફેટે
- સુરત સચિન GIDC વિસ્તારમાં બની ઘટના
- બાળકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત
- ઘટનાને લઇને લોકોનો ટોળે ટોળા ભેગા થયા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સુરતમાંથી એક પછી એક દુખદ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક દુખદ ઘટના સામે આવી છે. શહેરના ઉન વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકની બેદરકારીના કારણે 3 વર્ષના માસૂમનું મોત થયું. કચરાની ગાડીની અડફેટે 3 વર્ષનું બાળક કચડાતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મામલો વધુ બિચકે તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી કચરાની ગાડી ચાલકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :જુઓ પોરબંદરના દરિયામાં કરતબો કરતી ડોલ્ફિનનો અદ્ભુત વીડિયો
ઘટના સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા, બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં જ બાળકનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ જણાવતાં કહ્યું હતું કે, કચરાની ગાડી નો ડાઈવર દારૂનું સેવન કરીને આવ્યો હતો. અને નશામાં અઢી વર્ષના બાળક ઉપર ગાડી ચડાવી દીધી હતી.
ઘટનાની જાણ થતાં જ સચીન જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો :ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ
આ પણ વાંચો : સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી
આ પણ વાંચો :રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂળમાં લેબર પીસ-શ્રમ શાંતિનો મહત્વનો ફાળો છે : CM ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો : યુક્રેનમાં અભ્યાસ કરતા વડોદરાના 150થી વધુ વિધાર્થીઓને પરત લાવવાની તૈયારી!
