એક તરફ દેશભરમાં કોરોનાનાં વધતા સંક્રમણ અને ઘાતકતા વચ્ચે IMA એટલે કે, ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા ડોક્ટરો પર ખતરો તોડાઇ રહ્યો હોવાનાં અહેવાલ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે અને બરોબર ત્યારે જ સુરત શહેરમાં ડોક્ટરો પર કોરોનાનો વિશેષ કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. જી હા, વિશેષ કહેર એટલા માટે કે સુરતમાં વધુ 8 તબીબો સહિત 2 નર્સોને કોરોના પોઝિટિવ આવ્યા છે અને એક તબિબનું મોત પણ નીપજ્યાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબ ફરી કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયાનું નોંધવામા આવી રહ્યું છે. જી હા, સુરતની સિવિલ હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલના તબીબ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની સાથે સાથે 2 નર્સોનો પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યાની વિગતો વિદિત છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના કહેર વચ્ચે પ્રથમ વખત તબીબનું મોત નીપજ્યાનુ પણ સામે આવી રહ્યું છે. સામે આવતી વિગત મુજબ કોરોના ગ્રસ્ત ડો. દિલીપ મોદીનું મોત થયું હોવનું નોંધવામાં આવે છે. ગઝલકાર અને સેવાભાવી તબીબની છાપ ઘરાવતા ડો. દિલીપ મોદીનાં મોતથી દાક્તરી આલમમાં સોપો પડી ગયો છે. ઉલ્લેખનીય વાત છે કે છાપને અનુરુપ ડો. મોદી કોરોના કેર વચ્ચે લોકોને સારવાર આપતા હતા. દુખદ વાત તે પણ છે કે, 6 દિવસ અગાઉ કોરોનાથી ડો. મોદીનાં માતાનું નિધન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
