Video/ જુઓ પોરબંદરના દરિયામાં કરતબો કરતી ડોલ્ફિનનો અદ્ભુત વીડિયો

માછીમારો પૈકીના એક માછીમારે ડોલ્ફિનના છલાંગ લગાવતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા હતા. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ લઈ શકતી નથી.

Gujarat Others
ડોલ્ફિન

પોરબંદર વેરાવળના સમુદ્ર વચ્ચે કરતબો કરતી ડોલ્ફિન્સનું ઝુંડ કેમેરામાં કેદ થયું હતું. માછીમારોએ આ વીડિયો કેમરામાં કેદ કરી લેતા કુદરતનો આ રમણીય નઝારો જોઈને સોશિયલ મીડિયામાં લોકો પણ અચરજ પામી ગયા હતા, ત્યારે આ મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા. માછીમારો પૈકીના એક માછીમારે ડોલ્ફિનના છલાંગ લગાવતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા હતા. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ લઈ શકતી નથી. શ્વાસ લેવા તેને પાણીની બહાર આવવું પડે છે. એક સાથે અનેક ડોલ્ફિન કરતબો બતાવતી છલાંગો લગાવતી હોવાનો  આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ

વિદેશમાં લોકો ડોલ્ફિન ઉડી મારતાં જોવા માટે પૈસા ખર્ચતા હોય છે ત્યારે મધ દરિયે આવા નજારા અવાર નવાર બનતા હોય છે. ત્યારે  માછીમારોને મફતમાં આ નજારો  જોવા મળ્યો હતો. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે અંદાજીત બે મહિના પહેલાં સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું હતું. રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા.

આ પણ વાંચો :સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી

આ પણ વાંચો : રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂળમાં લેબર પીસ-શ્રમ શાંતિનો મહત્વનો ફાળો છે : CM ભૂપેન્દ્ર પટેલ 

આ પણ વાંચો :લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને મોટો ફટકો, હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર

આ પણ વાંચો :હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ