Surat News/ સુરતમાં DyCM હર્ષ સંઘવીના હસ્તે ‘નેત્રમ’નું લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ‘નેત્રમ’ની ક્ષમતાઓ અને તેના દ્વારા શહેરની સુરક્ષામાં આવનારા પરિવર્તનની વિગતવાર ચર્ચા કરી હતી.

Top Stories Gujarat Breaking News

Surat News: ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં શહેરી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સુરત પોલીસના અત્યાધુનિક CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ‘નેત્રમ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ કંટ્રોલ રૂમ શહેરની સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે.

CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ‘નેત્રમ’નું લોકાર્પણ

લોકાર્પણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ વાબાંગ ઝમીર સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ‘નેત્રમ’ની ક્ષમતાઓ અને તેના દ્વારા શહેરની સુરક્ષામાં આવનારા પરિવર્તનની વિગતવાર ચર્ચા કરી હતી.

CP અનુપમસિંહ ગેહલોત, JCP વાબાંગ ઝમીર હાજર

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, ‘નેત્રમ’ એ સુરત પોલીસની સ્માર્ટ પોલીસિંગ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ કંટ્રોલ રૂમ અત્યાધુનિક ટેક્નોલોજીથી યુક્ત છે અને આગામી કેટલાક દિવસોમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.1,460થી વધુ હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા શહેરના ન્યૂક્લિયર પોઈન્ટ્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.વાહનોની નંબર પ્લેટ આપમેળે ઓળખીને ડેટાબેઝ સાથે મેચ કરવાની ક્ષમતા.શંકાસ્પદ પ્રવૃત્તિઓ, ભીડ વ્યવસ્થાપન, ચહેરાની ઓળખ (Facial Recognition) અને અન્ય અદ્યતન ફીચર્સથી સજ્જ.24×7 નિગરાની માટે અત્યાધુનિક વિડિયો વોલ અને ડેશબોર્ડ.કંટ્રોલ રૂમમાં 30થી વધુ તાલીમબદ્ધ પોલીસ કર્મચારીઓ સતત કાર્યરત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારી જગ્યાઓ પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: હર્ષ સંઘવી…ગીર સોમનાથમાં સપાટો..!

આ પણ વાંચો:હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા બેઠક યોજાઈ…

આ પણ વાંચો:ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત અદ્યતન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું