Anand News : આણંદમાં ‘સલામત સવારી, એસટી અમારી’ આ સૂત્ર વારંવાર સાંભળવા મળતું હોય છે. પરંતુ આણંદથી કઠાણા જતી એસટી બસમાં 100થી વધુ મુસાફરો ભર્યાનો વિડીયો વાયરલ થતાં આ સૂત્રની સત્યતા પર સવાલો ઉઠી રહ્યા છે.
આ વિડીયોમાં બસમાં ચિક્કાર મુસાફરો ભરેલા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. દરવાજા સાથે ટીંગાતા વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર કેબીનમાં સીટ પાછળ ઉભા રહી પ્રવાસ કરતા વિદ્યાર્થીઓના દ્રશ્યો જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.
આ વિસ્તારના વિદ્યાર્થીઓ લાંબા સમયથી નવો રૂટ શરૂ કરવાની માગણી કરી રહ્યા છે. પરંતુ વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને આવી ખીચોખીચ બસમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આ વિડીયો જોઈને એ સ્પષ્ટ થાય છે કે એસટી બસમાં સલામતીનો બહુ ઓછો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.
આવી પરિસ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું એસટી નિગમ સલામતીના નિયમોનું પાલન કરી રહ્યું છે? વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? નવો રૂટ શરૂ કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે?
આ મામલે એસટી નિગમ અને સ્થાનિક વહીવટદારોએ ધ્યાન આપવું જરૂરી છે. વિદ્યાર્થીઓની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવું જોઈએ. સાથે સાથે એસટી બસોમાં સલામતીના પગલાં લેવા જરૂરી છે.
@ સપન પટેલ, Mtv, આણંદ
આ પણ વાંચો: એસટીમાં રોજ દસ લાખ લોકો વેબસાઇટની વિઝિટ લે છે, 1.42 લાખ ટિકિટ ઓનલાઇન બૂક કરે છે
આ પણ વાંચો: એસટી બસમાં 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં એસટી 50 મુસાફરોના જીવ તાળવે, ચાલુ બસે ડ્રાઈવરનો આવ્યો હાર્ટએટેક, પછી…
