Ahmedabad News/ નવા વર્ષની ઉજવણીને લઈને સી.જી.રોડ તથા સિંધુભવન રોડ પર ટ્રાફિક નિયમનને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ

વૈકલિપક રૂટની વ્યવસ્થા કરવામાં આવી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને કેટલાક વિસ્તારમાં મોટી જનમેદની એકઠી થતી હોય છે. જેને પગલે ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે શહોર પોલીસ કમિશનર જી.એસ.મલીકે જાહેરનામુ બહાર પાડ્યું છે.

જેમાં સી.જી.રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31.12.2024ના રોજ સાંજે 6 વાગ્યાથી 1.1.2025ના રોજ મધ્યરાત્રિના  3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.જેને પગલે વૈકલ્પિક અવરજવરના રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રામેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન તાર રસ્તા થઈને રામેશ્વર મહાદેવ તરઉ આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી સકાશે. પરંતુ સી.જી.રોડ પર વાહન હંકારી શકાશે નહી.રાત્રે 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.

મીઠાખળી સર્કલથી ગિરીશ કોલડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવીયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે. પરંતુ સી.દજી. રોડ પર વાહન હંકારી શકાશે નહી. રાત્રે 8 વાગ્યાથી  સદંતર વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.સી.જી.રોડ પર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. તે સિવાય સિંધુભવન રોડ ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ 31.12.2024ના રોજ રાત્રે 8 વાગ્યાથી 1.1.2025ના રોજ મધ્યરાત્રિના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલપિક રૂટ મુજબ ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ ,્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકાશે.ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવપબ્રિજ મધ્યભાગ થઈ શીલજ સર્કલ તરફ વાહનો અવર-જવર કરી શકશે.પોલીસ કમિશનરના આમુખ(1)માં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે  10 વાગ્યા સુધી પેસેન્જર વાહનોની અવરૃજવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. તે પૈકી પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઈવે ઉપર 31.12.2024ના રોજ રાત્રે 8 વાગ્યાથી 1.1.2025ના રોજ મધ્યરાત્રિના  3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહી. આ દરમિયાન વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અને તેના સર્વિસ રોડ પર તા.31.12.2024 ના રોજ સાંજે 7 વાગ્યાથી 1.1.2025ના રોજ મધ્યરાત્રિના 3 વાગ્યા સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.નહેરૂનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે. જોકે ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહી.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી