New Delhi News : કેબિનેટની નિમણૂક સમિતિએ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા મંત્રાલય હેઠળના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝના અધ્યક્ષકં તરીકે સુશીલ કુમાર સિંઘ, IRSME (1993)ની નિમણૂકને પે મેટ્રિક્સના લેવલ-14 પર પગાર સાથે મંજૂરી આપી છે. 31-1-2027 ના રોજ તેમની નિવૃત્તિની તારીખ સુધી અથવા આગળના આદેશો સુધી એસ. કે. મહેતા, ચાર્જ સંભાળશે.

જાણો કોણ છે સુશીલ કુમાર સિંઘ
ભારત સરકારના સંયુક્ત સચિવ સુશીલ કુમાર સિંહ B.E (મિકેનિકલ), M. Tech. (ડિઝાઇન એન્જિનિયરિંગ)ની ડિગ્રી ધરાવે છે. તેમની પાસે વર્તમાન પોર્ટફોલિયો મંત્રાલયની પોર્ટ્સ વિંગ ઉપરાંત બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હીનો પોર્ટફોલિયો પણ સંભાળી ચુક્યા છે.
તેમનો વ્યવસાયિક અનુભવ જોઈએ તો, હાલમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગો (ભારત સરકાર) મંત્રાલયમાં સંયુક્ત સચિવ (બંદરો/પીપીપી/પીએચઆરડી)નો પોર્ટફોલિયો સંભાળે છે. ભારત સરકાર હેઠળના તમામ 12 મુખ્ય બંદરોમાં પોર્ટ આધુનિકીકરણ, પોર્ટ ઓટોમેશન, ગ્રીન પોર્ટ્સ પહેલ, સ્માર્ટ પોર્ટ્સ પહેલ, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મિકેનાઈઝેશન અને PPP વગેરે માટે જવાબદાર છે. મુખ્ય બંદરોમાં મુંબઈ બંદર, ચેન્નાઈ બંદર, જવાહર લાલ નહેરુ બંદર, પારાદીપ બંદર, દીનદયાળ (કંડલા) બંદર, શ્યામા પ્રસાદ મુખર્જી (કોલકાતા) બંદર, વિશાખાપટ્ટનમ બંદર, કામરાજર બંદર, VOC ચિદમ્બરનાર બંદર, કોચીન બંદર, ન્યુ મનાગલોર બંદર, મોર્મુગાવ (કંડલા) બંદરનો સમાવેશ થાય છે.
અગાઉનો અનુભવ:
ભારતીય રેલવેમાં સેવા આપી છે. રેલ્વે મંત્રાલય (ભારત સરકાર) માટે ટ્રેન સંચાલન, રોલિંગ સ્ટોક મેન્ટેનન્સ, રોલિંગ સ્ટોક ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સનું સંચાલન કર્યું છે. લોકોમોટિવ ડિઝાઇન, પરીક્ષણ અને માન્યતા, ઉત્પાદન અને સપ્લાય ચેઇન ડેવલપમેન્ટમાં ડોમેન જ્ઞાન ધરાવે છે. એકેડેમિયા, ઇન્ડસ્ટ્રી અને KRRI/કોરિયા, RTRI/જાપાન અને VNIIZHT (રશિયન રેલ્વે રિસર્ચ) સંસ્થાઓ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેલ્વે સંશોધન સંસ્થાઓ સાથે સંયુક્ત સહયોગ દ્વારા ચલાવવામાં આવેલ રેલવે R&D પ્રોજેક્ટ્સ માટે સંશોધન સંકલન પણ સંભાળ્યું છે. યુએસએ, હંગેરી, સ્પેન, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે દેશો સાથે ટેક્નોલોજી સોંપણીઓ સંભાળી છે.
આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…
આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે
