Gandhinagar News: ગુજરાત (Gujarat)માં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 5 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jeetu Vaghani)એ જણાવ્યું હતું કે, આ લક્ષ્યાંકને હાંસલ કરવા અત્યારથી જ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) નિર્દેશ આપ્યો છે.

ગુજરાત (Gujarat)માં PMAY હેઠળ 5.50 લાખથી વધુ આવાસ નું નિર્માણ: જીતુ વાઘાણી
ગાંધીનગર (Gandhinagar) ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, “હર સર કો છત”ના કાર્ય મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના‘ હેઠળ સમગ્ર દેશમાં આગામી પાંચ વર્ષ દરમિયાન એક કરોડથી વધુ આવાસ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
જે અંતર્ગત ગુજરાત પણ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના‘ (PMAY) હેઠળ આગામી પાંચ વર્ષમાં આશરે 5.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ આવાસોના નિર્માણથી ગુજરાતના લાખો ગરીબ પરિવારો (Poor Families)ને પાકા આવાસ મળશે.
આગામી પાંચ વર્ષમાં આવાસ નિર્માણના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ અત્યારથી જ જમીન સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને વિવિધ કામગીરી હાથ ધરવા માટે રાજ્યના વહીવટી તંત્રને કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આદેશો આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: મફત વીજળી તરફ મોટું પગલું,રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ,PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત અગ્રેસર
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાં પાયે ગેરરીતિ સામે આવી
આ પણ વાંચો: અમદાવાદમાં મકાનો ન વેચાતા બિલ્ડરો હેરાન, પુનર્વિકાસની તેજી ધીમી પડી
