Gujarat News/ મફત વીજળી તરફ મોટું પગલું,રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ,PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત અગ્રેસર

ગુજરાતમાં PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ ચૂકી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગુજરાતમાં PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ ચૂકી છે

Gujarat News: ગુજરાતમાં ‘PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાત રાજ્યએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી  કૌશિક વેકરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યએ 5 લાખથી વધુ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરીને દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ સિદ્ધિ માત્ર આંકડાની નથી, પરંતુ નવીનીકરણીય ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને આર્થિક રાહત આપવાની દિશામાં ગુજરાતના મજબૂત સંકલ્પનું પ્રતિબિંબ છે.

ગુજરાતમાં ‘PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાત રાજ્યએ એક ઐતિહાસિક સિદ્ધિ

1879 મેગાવોટ સોલાર ક્ષમતા સાથે ગુજરાત અગ્રેસર

ગુજરાતમાં PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ ચૂકી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ઊર્જા ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ આંકડો રાજ્ય માટે નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે. રાજ્ય સરકારે માર્ચ 2027 સુધીમાં 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાંથી અડધું લક્ષ્ય પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે.

નાગરિકોને રૂ. 3778 કરોડની સબસિડીનો સીધો લાભ

આ યોજનાના અમલીકરણથી ગુજરાતના નાગરિકોને અત્યાર સુધીમાં રૂ. 3778 કરોડથી વધુની સબસિડીનો લાભ મળ્યો છે. સરકારની સીધી સબસિડીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સોલાર સિસ્ટમ સ્થાપન સરળ બન્યું છે, જેના પરિણામે વીજબીલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણયોથી મળ્યો વેગ

ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણયોથી મળ્યો વેગ

ગુજરાત સરકારે PM સૂર્ય ઘર યોજના ને વધુ વેગવંતી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ અને નાગરિક-મૈત્રીપૂર્ણ નિર્ણયો લીધા છે.

6 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે રૂ. 2950ના રેગ્યુલેટરી ચાર્જિસમાં સહાય

6 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ

નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની ફરજિયાત જરૂરિયાતમાંથી મુક્તિ

આ પગલાંઓને કારણે લોકો માટે સોલાર સિસ્ટમ સ્થાપન પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને ખર્ચમાં ઓછી બની છે.

રૂફટોપ સોલાર સ્થાપનમાં અગ્રેસર જિલ્લાઓ

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાતના અનેક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
અગ્રેસર જિલ્લાઓમાં સમાવેશ થાય છે:

ક્રમ અગ્રસરના શહેરો સુર્ય સિસ્ટમ
1 સુરત 65,233 સિસ્ટમ્સ
2 અમદાવાદ 59,619 સિસ્ટમ્સ
3 રાજકોટ 56,084 સિસ્ટમ્સ
4 વડોદરા 43,656 સિસ્ટમ્સ
5 જુનાગઢ 22,858 સિસ્ટમ્સ

આ આંકડાઓ દર્શાવે છે કે શહેરો ઉપરાંત અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોલાર ઊર્જા પ્રત્યે જાગૃતિ વધતી જઈ રહી છે.

ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો

ગુજરાતની આ સફળતાના મુખ્ય પરિબળોમાં રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા, ગ્રાહક-પ્રથમ અભિગમ, સરળ પ્રક્રિયાઓ અને નીતિ આધારિત આયોજન સામેલ છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી ગ્રિડમાં વેચવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકો માટે કોઈ બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી.

સબસિડીની વિગત

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રહેણાંક ગ્રાહકોને નીચે મુજબ સબસિડી આપવામાં આવે છે:

  • 2 kW સુધી: રૂ. 30,000 પ્રતિ kW

  • 2 kW થી વધુ અને 3 kW સુધી: રૂ. 18,000 પ્રતિ kW

  • 3 kW થી વધુ ક્ષમતા માટે: કુલ રૂ. 78,000 સુધીની સબસિડી

આ સબસિડીના કારણે લાખો પરિવારો સસ્તી અને સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધ્યા છે.

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનું નેતૃત્વ

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ગુજરાતે સાબિત કર્યું છે કે યોગ્ય નીતિ, મજબૂત નેતૃત્વ અને નાગરિકોના સહયોગથી ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ શક્ય છે. આ સિદ્ધિ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણારૂપ મોડલ બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, માર્ચ 2026 સુધીમાં 100% ખેડૂતોના ઘરે વીજળી પહોંચશે

આ પણ વાંચો:IND VS AUS: વીજળી અને વરસાદને કારણે મેચ રોકાઈ, અભિષેક અને શુભમનની જોરદાર શરૂઆત

આ પણ વાંચો:બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ‘રેવડી’નો સહારો, મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી