Israel Iran War/ યુદ્ધવિરામ ભંગ બદલ ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી… બીજા હુમલા પર ગુસ્સે થયા, કહ્યું કે ઇરાનથી પણ ખુશ નથી

ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઇઝરાયલ, તે બોમ્બને ના ફેંકો. જો તમે કરો છો, તો તે એક મોટું ઉલ્લંઘન છે.

Top Stories World Breaking News

Israel-Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઈઝરાયલની ટીકા કરતા કહ્યું કે યુદ્ધવિરામ પછી તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈતો હતો.

ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઇઝરાયલ, તે બોમ્બને ના ફેંકો. જો તમે કરો છો, તો તે એક મોટું ઉલ્લંઘન છે. તમારા પાયલટ્સને તાત્કાલિક ઘરે પાછા બોલાવો,”

ટ્રમ્પે કહ્યું, “મને એ ગમ્યું નહીં કે યુદ્ધવિરામ માટે સંમત થયા પછી ઇઝરાયલે તરત જ હુમલો કર્યો.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે અગાઉ ઇરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ઇરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાન ક્યારેય પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે નહીં. તેમણે કહ્યું કે તેઓ ઈરાનથી ખુશ નથી, અને તેઓ ઇઝરાયલથી ખૂબ નાખુશ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલમાં ફરી સાયરન વાગ્યું, ઇરાને હુમલો કર્યો – IDFનો દાવો

આ પણ વાંચો:‘યુદ્ધ આખરે સમાપ્ત થયું…, ઉલ્લંઘન ન કરો’, ડોનાલ્ડ ટ્રમ્પે કરી બંને પક્ષોને શાંતિની અપીલ

આ પણ વાંચો:કિવમાં રશિયાના ડ્રોન-મિસાઇલ હુમલામાં 10નાં મોત, શેવચેન્કિવસ્કીમાં સૌથી વધુ નુકસાન