Ahmedabad News/ વોટ્સએપ નંબરની ડિટેઈલ મેળવીને અમદાવાદના સીનીયર સિટીઝન સાથે 22 લાખની ઠગાઈ

બેન્ક ખાતાનો એક્સેસ મેળવીને ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા કઢાવી લીધા

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદના એક સીનીયર સિટીઝન સાથે 22.20 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ગુનો સામે આવ્યો છે. આ બનાવની વિગતમ ુજબ વેજલપુરમાં રહેતા પ્રવિણકાંત ડી.પટેલ(73)ના વોટ્સએપ નંબરની ડિટેલ્સ કોઈ અજાણી વ્યક્તિએ મેળવી લીધી હતી. બાદમાં પ્રવિણકાંતને બેન્ક ઓફ ઈન્ડીયાના વેટ્સએપ ગ્રુપમાં એડ કરીને ગ્રુપના મોબાઈલ નંબર પરથી પ્રવિણકાંત પટેલને તમારા બેન્ક ઓફ ઈન્ડીયાના એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યું છે અને તમારૂ આધારકાર્ડ અપડેટ કરાવો એવો મેસેજ બેન્કના નામે કર્યો હતો.

મેસેજ નીટે આધારકાર્ડ અપડેટ કરવા Bank Of India.apk નામની બનાવટી apk ફાઈલ મોકલી હતી. આ એપ્લિકેશનમાં બેવન્ક ઓફ ઈન્ડીયાના નામના પેજ બતાવીને પ્રવિણરકાંત પટેલનો વિશ્વાસ કેળવી લીધો હતો. પ્રવિણકાંતે પોતાનું ખાતુ ફ્રીઝ ન થાય તે માટે તેમને મોકલવામાં આવેલી એપ્લિકેશનમાં નામ સરનામા અને બેન્ક ખાતાની વિગતો ભરી હતી.

બાદમાં આ એપ્લિકેશનના યુઝરે કોઈ રીતે પ્રવિણકાંતના બેન્ક ખાતાનો એક્સેસ મેળવીને જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. 22,20,000 અન્ય ખાતાઓમાં મેળવીને છેતરપિંડી કરી હતી. આ અંગે પ્રવિણકાંત પટેલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં PM-JAY ખાનગી હોસ્પિટલો માટે દૂઝણી ગાય, ત્રણ વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી