Pakistan vs Nepal Petrol Price: દક્ષિણ એશિયામાં અત્યારે ઇંધણના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાનમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મસમોટો વધારો ઝીંક્યો છે, જ્યારે પડોશી દેશ નેપાળમાં તેલના ભાવ ઘટાડીને જનતાને મોટી રાહત આપવામાં આવી છે.
પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ‘બોમ્બ’: ₹400 ની નજીક ભાવ
પાકિસ્તાન સરકારે મધ્યરાત્રિથી નવી કિંમતો જાહેર કરી છે:
પેટ્રોલ: પ્રતિ લિટર 6.51 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 399.86 પાકિસ્તાની રૂપિયા થયો છે.
ડીઝલ: હાઈ-સ્પીડ ડીઝલમાં અધધ 19.39 રૂપિયાનો વધારો કરાયો છે, જેનાથી તેની કિંમત 399.58 રૂપિયા પર પહોંચી ગઈ છે.
અસર: ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ખર્ચ વધતા મોંઘવારી આસમાને પહોંચવાની આશંકા છે. નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા વૈશ્વિક ભાવ પાકિસ્તાન માટે ઘાતક સાબિત થયા છે.
Nepalમાં જનતાને મોટી રાહત
પાકિસ્તાનથી ઉલટું નેપાળ (Nepal) ઓઈલ નિગમે ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે:
ડીઝલ: પ્રતિ લિટર 12 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ: પ્રતિ લિટર 2 રૂપિયા સસ્તું થયું છે.
આ નવા દરો ગઈ રાતથી જ અમલી બની ગયા છે, જેનાથી ત્યાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ઘટાડો થશે.
ભારત-નેપાળ સરહદ પર શું સ્થિતિ?
નેપાળમાં (Nepal) ભાવ ઘટવા છતાં ભારત-નેપાળ સરહદ પર સ્થિતિ રસપ્રદ છે. બિહારના રક્સૌલ જેવા વિસ્તારોમાં ઇંધણના ભાવ નેપાળ (Nepal) કરતા હજુ પણ ઓછા હોવાથી સરહદી વિસ્તારોમાં તેલની ખરીદી માટે લોકો ભારત તરફ વળે તેવું અનુમાન છે.
આ પણ વાંચો :ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?
