Tapi News: તાપી જિલ્લાના ડોલવણના રહેવાસી સુમન ચૌધરી, જે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં (Navsari Agricultural University) મજૂર તરીકે કામ કરતા હતા, ઘણા વર્ષોથી તેમની પત્ની સુમિત્રા અને પુત્ર દીપક સાથે ફાર્મના ગેટ નંબર 3 પાસે કામ કરતા હતા.દર મંગળવારે સાંજે તેઓ તેમના નિત્યક્રમ મુજબ શાકભાજી લઈને ઘરે પાછા ફરતા હતા.આ દરમિયાન, ગેટ નંબર 3 પર ચોકીદાર તરીકે કામ કરતા ગૌરવ જગદીશ પટેલે મજૂર દીપક ચૌધરીને તેના મોડા આવવા અંગે પૂછપરછ કરી હતી.
ચોકીદાર ગૌરવ પટેલે કરી મજૂરની હત્યા
આપને જણાવી દઈએ અગાઉ દીપક અને ગૌરવ વચ્ચે સમયપાલનને લઈને ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારબાદ ચોકીદાર ગૌરવ પટેલે દીપક ચૌધરી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો (Attack) કર્યો હતો, જેનાથી તેના માથા, છાતી, પીઠ અને બાજુમાં ઈજા થઈ હતી, હુમલો કર્યા બાદ ગૌરવ પટેલ ત્યાથી ભાગી ગયો હતો. દીપકની માતા સુમિત્રા જે ચાલતા ચાલતા આગળ નીકળી ગઈ હતી તે તેના પુત્રને ના જોઈને તેને તપાસવા પાછી ગઈ હતી. જ્યાં દીપક ઘાયલ હાલતમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે રસ્તા પર પડી ગયો હતો. દીપક હોસ્પિટલ પહોચે તે પહેલા જ 108 ના ડોકટરોએ તેની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો.માહિતી અનુસાર જલાલપુરના આટ ગામના રહેવાસી ગૌરવ જગદીશ પટેલ પરિણીત છે અને તેને બાળકો છે.
આ આરોપી કૃષિ યુનિવર્સિટીના (Agricultural University) ગેટ પર મજૂરોને સાંજે 7 વાગ્યા સુધીમાં આવવા માટે વારંવાર કહેતો હતો. એવું જાણવા મળ્યું છે કે મજૂરોએ પણ આ અંગે ફરિયાદ કરી હતી. આ આરોપી હત્યા કર્યા પછી,પોતાનું વાહન અને કપડાં ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. તેને દીપક ચૌધરી પર આઠ વાર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ આ આરોપી ત્યાથી ફરાર થઈ ગયો હતો અને તેને તેનો મોબાઇલ ફોન બંધ પણ બંધ કરી દીધો હતો.
