Jamnagar News : જામનગરની એક હોસ્પિટલમાં થયેલા કૌભાંડને લઈને ચકચાર મચી છે. જેમાં જામનગર સ્થિત ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાડ થયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જરૂર ન હોવા છતા 35 જેટલા દર્દીઓનું હૃદયનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બિનજરૂરી રીતે દર્દીઓને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા કરીને 42 લાખ રૂપિયાનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મંજૂરીકૃત બિલ મેળવી લેવાયું હતું.
કોંગ્રેસે આ મામલો સામે આવતા રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્રની નિંદા કરીને હોસ્પિટલ વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. બીજીતરફ ગંભીર આરોપોને લઈને આરોગ્ય કમિશનર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે.
PMJAY યોજના હેઠળ જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલ મા કાર્ડિયાક કૌભાંડ
હોસ્પિટલ પર તપાસ બાદ રૂ. 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારાયો છે. તે સિવાય ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે PMJAY યોજનામાંથી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ડો. શ્રીપદ ભિવાસ્કરને આ કૌભાંડમાં પણ સસ્પેન્ડ કરી દેવામાંઆવ્યા છે. બીજીતરફ આગળ પણ જરૂરી તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવી રહી છે. જેમાં વધુ નામો બહાર આવવાની શક્યતા છે. જામનગરના આ કાર્ડિયાક કૌભાંડથી દર્દી સુરક્ષા અને પ્રાઈવેટ હોસ્પિટલોના વલણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સરકારને હવે કડક મોનિટરિંગ સાથે PMJAY યોજનામાં વધુ પારદર્શિતા લાવવા પડશે, તેવી સામાન્ય જનતામાં માંગ ઉઠી છે.

