Banaskantha News/ દશામાનું વ્રત ન કરવા મહિલાઓને ગેનીબેનનું આહવાન, જાણો કેમ કહ્યું?

સમાજની દીકરીઓને ગેનીબેન ઠાકોરે દશામાંનું વ્રત ન કરવા પણ આહવાન કર્યું

Gujarat Others
ગેનીબેન ઠાકોર દશામાં નડશે તો મને નડશે તમને કોઈને નહી નડે

Banaskantha News : ગેનીબેને મહિલાઓને દશામાનું વ્રત ન કરવા આહ્વાન કર્યું છે. થરાદમાં થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેને ઠાકોરે સમાજમા વ્યાપેલી અંધશ્રદ્ધાઓ, જૂની ખોટી પ્રથાઓ અને સમાજમાં કુરિવાજોને બંધ કરવા આહવાન કર્યું હતું. તે સિવાય સમાજની દીકરીઓને ગેનીબેન ઠાકોરે દશામાંનું વ્રત ન કરવા પણ આહવાન કર્યું હતું.

ગેનીબેન ઠાકોર

વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે. આ દશામાંના વ્રત એટલે ઘરે દશા બેસાડવાની પ્રથા છે એટલે હવેથી કોઈપણ બહેન દીકરીએ દશામાંનું વ્રત કરવું નહીં. હું કારમાં એકલી ફરૂં છું જેને દશામાં નડે, એ દશામાં ને મારી જોડે મોકલી દેજો..મારી જોડે દશામાં ગાડીમાં ફરશે. દશામાં નડશે તો મને નડશે તમને કોઈને નહી નડે.

ગેનીબેને વધુમાં કહ્યું કે મહેરબાની કરીને ભુવાઓમાં કોઈ ફસાતા નહિ. જેવું તમારું કર્મ હશે એવું ભોગવશો. તમને ભુવાઓ વહેમમાં નાંખશે ઉપરાંત સામાજીક તથા આર્થિક રીતે તમને અને તમારા કુટુંબને બરબાદ કરશે, કોઈપણ તકલીફ હોય તો ડોક્ટરને બતાવવું. તમારા મિત્રો અને સગાસંબંધીઓને કહેવું પરંતુ અંધશ્રધ્ધામાં નહી આવવાનું.

જો આ બધા દુખ ભુવા અને ભોપા મટાડી દેતા હોય તો હું અને કેશાજી તમે કહો એ ભોપાની બાધા રાખીયે. ઉપરાંત તમારું કોઈ કામ ન કરીએ અને તોય ચૂંટણીમાં ફોર્મ ભરીએ અને જીતીએ તો ભોપો સાચો. પણ જો એવું થતું હોય તો ભોપા લઈને અમે જ બેસી જઈએ.

માથામાં શેર ધૂળ લઈને સવારે 5 વાગ્યાથી રાત્રે મોડા ઉંઘીએ ત્યાર સુધી ફરવાનું કોઈ કારણ ખરું. આમ આ બધા કમાણીના સાધનો છે. માટે કોઈ તકલીફ હોય તે એના નિષ્ણાંત પાસે જાઓ. વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે બીજાની આબરૂ જાય તેવું ન કરવું જોઈએપરંતુ આપણી આબરૂ ઉપર જો કોઈ મોટા ભુપે પણ હાથ નાંખ્યો હોય તો આપણે સમાજે બધાએ એક થવું જોઈએ.

એક સામાન્ય વાદી સમાજની કોઈ દીકરી લઈ જાય ને તો એ આખો સમાજ ભેગો થઈ જાય. પણ આપણા સમાજમાંથી કોઈ બીજો સમાજ ગમે તેટલી દીકરીઓ લઈ જાય તો પણ આપણો સમાજ આક્રમક નથી. આપણે કોઈની દીકરી લાવવી નહિ અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ એક કરી ગમે તે કરીને એને પાછી લાયે પાર લાવવો.

ઠાકોર સમાજના કાર્યક્રયમાં સંસદ ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના નેતાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દશામાનું વિસર્જન કરવાં જતાં પાંચ શ્રદ્ધાળુઓ સાબરમતીમાં ડૂબ્યાં, ત્રણના મૃતદેહ મળ્યાં

આ પણ વાંચો: દશા માતાની મૂર્તિ સ્થાપના ક્યારે અને કઈ રીતે કરવામાં આવે છે? શુભ મુહૂર્ત અને પૂજા સામગ્રી વિશે સંપૂર્ણ માહિતી જાણો!

આ પણ વાંચો: દશામાં પગપાળા દર્શન કરવા જતાં 7 શ્રદ્ધાળુઓને ઇકો કારે લીધા અડફેટે, 2 નાં મોત