આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ આજે આપડે વાત કરીશું એવી મહિલાની જેની વાત કરતા તમામ મહિલાઓને ગર્વ મહેસુસ થાય છે. આ છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તૃતિ ચારણ જે સફળતાના શિખરો સર કરી આજે ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન છે અને તે અભ્યાસ કરતાં દીકરાઓ હોય કે દીકરી તેમણે માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે
કેટલાક વિદ્યાર્થીઓ પરિક્ષામાં સારુ પરિણામ ના આવતા નિરાશ થતા હોય છે તો કેટલાય એવા બનાવો પણ આપણે જોયા છે કે ધાર્યુ પરિણામ ના આવતા આત્મહત્યા જેવું પગલુ ભરી લેય છે. તેના પરિવારજનોને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે . અહી વાત કરીએ તો છોટાઉદેપુરના જીલ્લા કલેક્ટર સ્તૃતિ ચારણની તો તેમને પરિવાર તરફથી પણ ખુબ સારો સપોર્ટ મળ્યો હતો. તેમને જણાવ્યુ હતું કે, આજે 8 માર્ચે મહિલા દિવસ નિમિત્તે આવી મહિલાઓને સલામ કરવાનુ મન થાય છે જે પોતે પણ તરે અને બીજાને પણ હિંમત આપે. જેને જોઇ આપડે ચાહીયે તો શું ના કરી શકીયે બસ કઇક કરવાનુ મન બનાવી અને અથાગ પરિશ્રમ કરવાથી દરેક વસ્તુ શક્ય છે તે આવી મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહી છે
કલેક્ટર સ્તૃતિ ચારણનો અભ્યાર
નારી શકિતની વાત કરીએ તો જીલ્લા કલેક્ટર સ્તૃતિ ચારણનો જન્મ 27 ઓક્ટોબર 1985માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ભીલવાડામાં મેળવ્યુ અને ધોરણ બાર પછી તેમણે BSC બાયો ટેકનૉલોજીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ન્યુ દિલ્હીથી MBA કર્યું હતું.

કલેક્ટર સ્તૃતિ ચારણનો પરિવાર
તેમના પરિવારની વાત કરીએ તો તેમના દાદા પણ 1974 બેચના આઈ એસ ઓફિસર હતા અને તેમના પિતા રાજસ્થાન એડમિસિટી સર્વિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે રિટાયર થયા છે માતા ગવર્મેન્ટ શાળામા પ્રિન્સિપાલ છે તેમના નાની બહેન ડો.નિતિ ચારણ પણ GPSC માં ટોપ કરી ડેપ્યુટી કલેક્ટર બનવા જઇ રહ્યા છે સ્તૃતિ ચારણના પરિવાર અને નજીકના સગાઓ IAS,IPS સહિતના હોદ્દાઓ પર હોય નાનપણથી જ તેમના દાદાજીને જોઈ IAS બનવાનો દ્રઢ નિર્ણય કર્યો અને હોદ્દા પર રહી લોકોને સરકારી યોજનાઓ લાભો અપાવી સેવા કરવાની તક મેળવવાનું સપનું જોયું હતું
2010 માં તેમણે પહેલો પ્રયત્ન કર્યો ત્યાર બાદ તેમને 2011 પણ તેમને નિષ્ફળતા મળી થોડા ડિપ્રેશનમાં પણ આવ્યા હતા. પરંતુ નારી તુ કભી ના હારી કહેવાય છે તેમ હાર નહીં માની તેમને પીછે હટ કરી ન હતી ત્યારે તેમના પરિવારનો સપોર્ટ સાથે અને ખાસ કરીને તેમના પિતાએ સ્તૃતિ ચારણ અને નિતિ ચારણ એ બંને બહેનોને દીકરાની જેમ જ રાખી હતી અને તેમના પિતાએ જે કરવાનું છે તેને સારી રીતે પાર પાડવાનું છે તેમ કહી પ્રોત્સાહન આપતા તેમણે ત્રીજી વખત પ્રયાસ કર્યો અને 2013 ના વર્ષ દરમિયાન સમગ્ર દેશમા ત્રીજો ક્રમાંક મેળવી તેમણે પુરજોશ સાથે સફળતા મેળવી હતી જેનો શ્રેય તેમના પરિવારને આપી રહ્યા છે.
પોતાનુ મનોબળ મજબૂત બનાવી IAS બન્યા છે પોતાને જ સ્ટ્રોંગ બનવાની જરૂર હોય છે તેવું તેમનું માનવું છે અને તેથી જ આજે તેઓ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે નિષ્ફળતા મળતી રહે છે પરંતુ તેનાથી ઉદાસ થઈ આપડે બેસી નહીં જવાનું ફરીથી ઊભા થવાનું છે અને સતત પ્રયાસ કરતું રહેવાનુ સફળતા જરૂર થી મળશે તેવો સંદેશો તેમણે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપ્યો છે અને ખાસ કરીને UPSC ની તૈયારી કરતાં ને સફળતા ના મળે તો બીજા વિકલ્પ પણ રાખવા જોઈએ.
તેમણે જણાવ્યુ હતું કે, મારી પાસે ઓપ્શન બીમાં 2011 માં IBPS બેંકિંગ એકઝામ પણ આપી હતી. જયપુરમાં બેન્કમાં પણ નોકરી કરી હતી . એટલે મને સતોષ હતો કે, મારી પાસે ગવર્મેન્ટ જોબ હતો તો તેનાથી મને માનસિક તૈયારી એવી હતી કે, મારી પાસે જોબ છે તો તમારી પાસે પણ પ્લાન બી એટલે કે બીજો ઓપ્શન પણ હોવો જરૂરી છે
મારે હાલ નવ વર્ષ થયા છે રાજકોટ ,જુનાગઢ , અરવલ્લી ,સાબરકાંઠામાં પણ ફરજ બજાવી અને રાજકોટમાં એડિશનલ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી અને હાલ છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા આઠ મહિનાથી ફરજ બજાવી રહી છું હું ખાસ કરીને મહિલાઓ માટેની યોજનાઓના લાભ અપાવવાની કોશિશ કરું છું મોનિટરિંગ કરી જરૂર જણાયે વિઝિટ પણ કરું છું
