પ્રધાનમંત્રી મોદી કોરોના રસી અને વિકાસ તેમજ ઉત્પાદનની પ્રક્રિયા ની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે અમદાવાદના બાયોટેક પાર્કની મુલાકાત કરશે. આ માટે આજે સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ થી સીઘા ઝાયડસના પ્લાન્ટ પર જશે. અહીં બે કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદની મુલાકાત માટે શહેર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે
અમદાવાદ પ્રધાનમંત્રીના આગમન માટે સજ્જ
પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઝાયડ્સના પ્લાન્ટ આસપાસ કડક પહેરો ગોઠવવામાં આવ્યો છે તેમાં જ હેલીપેડ પણ તૈયાર છે, 500 કરતા વધારે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે જેમાં 4 એસપી, 10 ડીવાયએસપી, 12 પીઆઈ, 40 પીએસઆઈ સહિત BDDS અને LCB, SOG ની ટીમ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે સજ્જ કરી દેવામાં આવી છે.
પુણે એક વાગ્યે પહોંચશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ની મુલાકાત લેશે અને રસીના ઉત્પાદન અને વિતરણની સમીક્ષા કરશે.વડા પ્રધાન લગભગ 1.00 વાગ્યે પુણે પહોંચશે અને 2.30 વાગ્યે પરત આવશે. રાવે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં વિદેશી રાજદૂતો અને ઉચ્ચ કમિશનરોની ‘ફ્રેન્ડશીપ ટૂર’ પણ 4 ડિસેમ્બરે સુનિશ્ચિત થયેલ છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 100 દેશોના રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો અહીંની સીરમ સંસ્થા અને જેનોઆ બાયોફર્માસ્ટિકલ્સની મુલાકાત લેશે.
પુણે પછી, હૈદરાબાદ જવા રવાના થશે
સંસ્થામાં એક કલાક રોકા્યા બાદ વડા પ્રધાન ફરીથી હેલિકોપ્ટર દ્વારા પૂણે એરપોર્ટ આવશે અને ત્યારબાદ હૈદરાબાદ જવા રવાના થશે. પુના વિભાગીય કમિશનર, સૌરભ રાવે કહ્યું કે વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એસપીજીની ટીમ પુણે પહોંચી છે અને સુરક્ષા તૈયારીઓમાં લાગી ગઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
