Surat News: રાજ્યની જનગણના કચેરીના ડાયરેક્ટર સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં જનગણના-2027 પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી હતી.

નાગરિકોને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની માહિતી ભરવાની સુવિધા
નાગરિકોને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની માહિતી ભરવાની સુવિધા આપતો સ્વ-ગણના વિકલ્પનો પ્રથમવાર અમલ કરવામાં આવશે.
ગુજરાત (Gujarat)ની જનગણના કચેરીના ડાયરેક્ટર સુજલ મયાત્રા (Sujal Mayatra)એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-2027 (Census-2027) પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત તેમણે સુરત (Surat) મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.-2ની મુલાકાત લઈને જનગણના-2027 પૂર્વ-ટેસ્ટ હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ ઓપરેશન્સ (HLO)ની ચાલી રહેલી કામગીરીની વિસ્તૃતમાં વિગતો મેળવી હતી.

ડાયરેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, આ પૂર્વ-ટેસ્ટ (Pre-Test) જનગણના-2027નું મુખ્ય લક્ષ્ય ક્ષેત્રિય પ્રક્રિયાઓનું મૂલ્યાંકન, ડિજિટલ એપ્લિકેશન્સનું પરીક્ષણ અને સંપૂર્ણ જનગણનાથી પહેલા ઓપરેશનલ પડકારોની ઓળખ કરવાનું છે.
100 ટકા ડિજિટલ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ એપ્લિકેશન્સનો ઉપયોગ
આ મુલાકાત દરમિયાન મયાત્રાએ ગણતરીદારો અને સુપરવાઈઝરો સાથે વાતચીત કરીને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે 100 ટકા ડિજિટલ ડેટા (Digital Data) સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ એપ્લિકેશન્સ (Mobile Application)ના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું અને ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતા, ચોકસાઈ તેમજ પારદર્શિતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો.

પહેલીવાર અમલમાં આવનાર સ્વ-ગણના (Self-Enumeration) વિકલ્પ
ડાયરેક્ટર મયાત્રાએ જનગણના-2027માં પહેલીવાર અમલમાં આવનાર સ્વ-ગણના (Self-Enumeration) વિકલ્પ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ વિકલ્પ નાગરિકોને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની માહિતી ભરવાની સુવિધા આપે છે. મયાત્રાએ ફિલ્ડ સ્ટાફને આ વિકલ્પ સાથે પરિચિત થવા અને નાગરિકોને તેનો વ્યાપક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા સૂચન કર્યું હતું.
દેશના સૌથી મોટા ડિજિટલ ડેટા સંગ્રહ પ્રયાસ માટેનું રિહર્સલ
જનગણના-2027 પૂર્વ-ટેસ્ટ માત્ર તકનીકી અભ્યાસ નથી, પરંતુ દેશના સૌથી મોટા ડિજિટલ ડેટા સંગ્રહ પ્રયાસ માટેની રિહર્સલ છે. સામૂહિક પ્રતિબદ્ધતા અને જાહેર સહભાગીતાથી આ જનગણનાને પારદર્શિતા તથા ટેકનોલોજી (Technology) સુધારણા માટેનું મોડલ બનાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મયોગીઓને મયાત્રાએ પ્રેરિત કર્યા હતા.

કોર્પોરેશન, વહીવટ અને ફિલ્ડ સ્ટાફના પ્રયત્નોની પ્રશંસા
ફિલ્ડ મુલાકાત બાદ મયાત્રાએ સુરતના કલેકટર ડૉ. સૌરભ પારધી અને સુરતના ઉપ મ્યુનિસિપલ કમિશનર નિધી સિવાચ સાથે પણ સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં પૂર્વ-ટેસ્ટની પ્રગતિ, તાલીમ-મોનીટરીંગ સિસ્ટમ તેમજ જિલ્લા, ઉપ-જિલ્લા અને કોર્પોરેશન વચ્ચેના સંયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સુરત શહેરમાં પૂર્વ-ટેસ્ટ કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન, વહીવટ અને ફિલ્ડ સ્ટાફ (Field Staff)ના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
જનગણના ઓપરેશન્સ એ ગુજરાતમાં આગામી જનગણના-2027ને ઉચ્ચતમ સ્તરની ચોકસાઈ, કાર્યક્ષમતા અને નાગરિક કેન્દ્રિત પ્રક્રિયા સાથે સફળ બનાવવા પ્રતિબદ્ધ છે. વધુમાં, તે રાજ્યના પસંદ કરવામાં આવેલા વિસ્તારોમાં ચાલી રહેલી પૂર્વ-ટેસ્ટ પ્રવૃત્તિઓની કામગીરી સુધારવા અને ફિલ્ડ સ્ટાફની ક્ષમતા મજબૂત કરવા એક મૂલ્યવાન તક પૂરી પાડે છે.
આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાઈકચાલકનું મોત, ગટર બંધ હોત તો મારો ભાઈ જીવતો હોત : મૃતકનો ભાઈ
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે 1.17 કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા
