National News/ ધરપકડ કરાયેલી ડો. શાહીનનો ‘શોબા એ દાવત’ પ્લાન ડિકોડ થયો

શોબા એ દાવતની સંપૂર્ણ જવાબદારી ભારતમાં શાહીનને મળી હતી

Top Stories India

National News : તમારા રૂંવાડા ઉભા થઈ જાય તેવા ષડયંત્રનો ભારતની ગુપ્તચર એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો. શોબા એ દાવત જૈશ એ મોહમ્મદનો ખતરનાક પ્લાન હતો જે સંપૂર્ણ રીતે ડીકોડ થઈ ચૂક્યો છે. તેની કમાન ભારતમાં મહિલા ડોક્ટર શાહીનના હાથમાં હતી. જે ભારતમાં જમાત ઉલ મોમિનાતની ચીફ કમાન્ડર છે. સૂત્રોએ જણાવ્યું કે શાહીનનો પ્લાન શોબા એ દાવત ડિકોડ થઈ ચૂક્યો છે.

જમાન ઉલ મોમિનાતને આતંકી સંગઠન મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર ચલાવે છે. આ સંગઠનનું કામ મહિલાઓને જેહાદ માટે તૈયાર કરવાનું છે. શાહીદને ખાસ જવાબદારી મળી હતી કે તે કટ્ટર વિચારધારા ધરાવતી છોકરીઓને ટાર્ગેટ કરે અને તેમને જૈશ સાથે જોડે.

શોબા એ દાવતમાં બ્રેનવોશનો ખતરનાક ખેલ છે. નવી ભરતીના દિમાગમાં ગંદકી, નફરત કે એક પ્રકારે બ્રેન વોશ કરતો શોબા એ દાવત જૈશનો એક એવો વિભાગ છે, સૂત્ર જણાવે છે કે શોબા એ દાવતની સંપૂર્ણ જવાબદારી ભારતમાં શાહીનને મળી હતી. આ ટ્રેનિંગમાં નવી મહિલા આતંકીઓનું બ્રેઈનવોશ કરાય છે અને તેમને સમજાવવામાં આવે છે કે જન્નતમાં જવા માટે ભારત વિરુદ્ધ જેહાદ કરવું જરૂરી છે. શાહીનને શરૂઆતી ટ્રેનિંગ દૌરા એ તસ્કિયાની જવાબદારી સોંપાઈ હતી. જેમાં છોકરીઓમાં ધાર્મિક પુસ્તકોના બહાને જેહાદનું ઝેર ભરાતું હતું. તે પહેલેથી કટ્ટર છોકરીઓને ટાર્ગેટ કરતી. એવી છોકરીઓ જેમના મનમાં નફરતના મૂળિયા પાક્કા થઈ ચૂક્યા હતા.

જૈશની દૌરા આયત ઉલ નિસાહ ટ્રેનિંગ શાહીન પોતે લઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ધર્મના પુસ્તકોમાં મહિલાઓ માટે પણ જેહાદ કરવા વિશે જણાવવા માટે શાહીનને ટ્રેનિંગ મળેલી છે. તેનો હેતુ વધુમાં વધુ મંતઝિમા (ટીમ લીડર)બનાવવાનો હતો, જેથી કરીને તેમના દ્વારા વધુ મહિલાઓને જૈશ સાથે જોડવામાં આવી શકે. ઓનલાઈન ક્લાસિસનું પ્લાનિંગ પણ ચાલુ હતું. જેમાં ભારતની એવી મહિલાઓને સામેલ કરવાનું હતું જેમના ઘરોમાંથી પુરુષ આતંકી ગતિવિધિઓમાં પકડાયેલા હોય. તેમને એવું લાગતું હોય કે સરકારે તેમને ફસાવ્યા છે.

શાહીનનુ સૌથી મોટું હથિયાર એ ખોટું વચન હતું જેમાં કહેવાતું કે મરતા જ જન્નત મળશે. તે કટ્ટર વિચારધારાવાળી છોકરીઓને ટાર્ગેટ કરતી હતી. સૂત્ર કહે છે કે આ ટ્રેનિંગમાં નવી મહિલા આતંકીઓનું બ્રેઈનવોશ કરાય છે અને તેમને સમજાવવામાં આવે છે કે જન્નતમાં જવા માટે ભારત વિરુદ્ધ જેહાદ કરવું જરૂરી છે. શોબા એ દાવત હેઠળ તે દૌરા એ તસ્કિયા નામની પ્રાથમિક ટ્રેનિંગ પણ આપવાની હતી. તેમાં ધાર્મિક પુસ્તકોના નામે ઝેર ભરાતું હતું. શાહીન પોતે જૈશની દૌરા આયત ઉલ નિસાહ ટ્રેનિંગ લઈ ચૂકી છે જ્યાં તેને શીખવાડવામાં આવ્યું હતું કે મહિલાઓ પણ જેહાદ કરી શકે છે.

શાહીનનો અસલ હેતુ મહિલા સ્યૂસાઈડ બોમ્બર તૈયાર કરવાનો હતો. તે આર્થિક રીતે નબળી, ગુસ્સાવાળી છોકરીઓને ટાર્ગેટ કરતી હતી. ખાસ કરીને એવા ઘરની મહિલાઓ જ્યાં પુરુષ આતંકી ગતિવિધિઓમાં પકડાયા હોય. તમને લાગતું હતું કે સરકારે તેમને ફસાવ્યા છે.

શાહીન ફક્ત ઓફલાઈન નહીં, ઓનલાઈન પણ જાળ બીછાવી રહી હતી. તે મુંતઝિમા (ટીમ લીડર) તૈયાર કરી રહી હતી, જે વધુ મહિલાઓને જૈશ સાથે જોડે. સૂત્ર જણાવે છે કે જૈશની મહિલા બ્રિગેડ જમાત ઉલ મોમિનાત સાથે જોડવા માટે ઓનલાઈન ક્લાસની પણ શાહીનની તૈયારી હતી. ચોંકાવનારી વાત એ હતી કે તે પોતાની આસપાસના ડોક્ટરો અને નર્સોને પણ આ ટ્રેનિંગમાં સામેલ કરવાની હતી.

મસૂદ અઝહરના ભાઈ તલ્હા અલ સૈફના સીધા સંપર્કમાં તે હતી. ભારતને બરબાદ કરવા માટેની આખી બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર હતી. કાશ્મીરથી લઈને શહેરો સુધી, ભણેલી ગણેલી પ્રોફેશનલ મહિલાઓને હથિયાર બનાવવી. ડોક્ટર બનીને હોસ્પિટલોમાં ઘૂસવું, નર્સ બનીને ઈલાજ કરવાના બહાને નુકસાન પહોંચાડવું. આ બધુ તેમના પ્લાનમાં હતું. પરંતુ ભારતીય એજન્સીઓની સતર્કતાએ સમયસર ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટ અંગે નવા ખુલાસા, મસૂદ અઝહરની બહેન સાથે સંપર્કમાં હતી શહિદા, જાણો શું મળ્યો હતો ટાસ્ક 

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ ગૃહ મંત્રાલયે NIAને સોંપી તપાસ, અત્યાર સુધી 10ના મોત

આ પણ વાંચો: બેંગલુરુ જેલમાં એક આતંકવાદીનો ફોન પર વાત કરતો વીડિયો સામે આવ્યા બાદ બે અધિકારીઓને બરતરફ કરાયા