Surat News/ E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – લાભ કે નુકસાન?

સરકારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં E20 ફ્યૂઅલ બંધ કરવું જોઈએ..એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું E20 ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે.

Gujarat Surat Breaking News

Surat News: E20 ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા, હવે પેટ્રોલપંપના સંચાલકો અને પેટ્રોલપંપ એસોસિયેશન જ સરકાર સામે પડ્યાં છે.પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ સાથે સરકારે ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવાનો નિર્ણય લીધો છે. જે ને પેટ્રોલ ડીલર એસોસિએશન સારી બાબત ગણાવી છે,પરંતુ સરકાર આ નીતિ થી ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલપંપ સંચાલકો જ અકળાયા હોવાનું ચર્ચાય રહ્યું છે, પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખી દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ પેટ્રોલિયમ કંપનીઓને આદેશ કરીને યોગ્ય સંચાલન કરાવવું જોઈએ.તેવી માંગ કરી છે.

આમ ટી નીતિ આયોગ મુજબ પેટ્રોલમાં 10% જ E20 ઇથેનોલ મિશ્રણ કરવાની પરવાનગી છે છતાં પણ 20% કરવામાં આવતા મોટી નુકશાની મેટ્રોલ સંચાલકો એ વેઠવાનો વારો આવ્યો છે,આ અંગે સુરતમાં પેટ્રોલપંપ ચલાવતા નિશિત દેસાઈએ મંતવ્ય ન્યુઝ સાથે કરેલી વાતચીત માં જણાવ્યું હતું કે ઇથેનોલના કારણે મુશ્કેલી પડી રહી છે,તેમણે ઇથેનોલ અને પેટ્રોલ અલગ જવાની પ્રક્રિયાને સમજાવતાં કહયુ હતું કે ઇથેનોલની સમસ્યા ચોમાસામાં આવે છે. જ્યારે પણ પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી જાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરીને ઇથેનોલ અને પેટ્રોલને અલગ કરી દે છે.

પેટ્રોલનું વજન ઓછું હોવાથી એ ઉપર રહે છે, જ્યારે ઇથેનોલ નીચે બેસી જાય છે પેટ્રોલ પંપની કંપનીઓએ અલગથી બે ટાંકી આપવી જોઈએ અથવા તો સરકારે આ કંપનીઓ સાથે સંકલન કરીને આ મુદ્દે કોઈ નિર્ણય લેવો જોઈએ.વધુમાં પેટ્રોલ એસોસીએશન પ્રમુખ સુરેશભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ વિસ્તારોના પેટ્રોલ પંપમાં ઇથેનોલ અલગ થઈ જવાની સમસ્યાઓ ઊભી થાય છે, એટલે કે વાતાવરણમાં જરા પણ ભેજ વધી જાય અથવા પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયા થઈ છૂટા પડી જાય છે.

ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જતા , વાહન ચાલકોને પણ નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠી છે, જે બાદ આ પાછળનું કારણ પણ ખુબજ વિચિત્ર છે! સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એસોસિયેશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, આ સૌથી મોટી સમસ્યા છે..તેમજ પેટ્રોલ ડીલર એસોસિએશન ના ઉપપ્રમુખ સુરેશભાઈ નાયક એ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ ઉપર પંપ મારફત પેટ્રોલ ખેંચવામાં આવે ત્યારે મોટે ભાગે નીચેથી પેટ્રોલ ખેંચાય છે, એટલે ગ્રાહકને ઇથેનોલ વધુ અને પેટ્રોલ ઓછું મળે છે. એને કારણે ગ્રાહકના વાહનમાં તકલીફ પડે છે. જ્યારે મિકેનિકને બતાવે ત્યારે પેટ્રોલની ટાંકીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાની વાત કરે છે. ત્યારે તે ગ્રાહક ફરિયાદ લઈને અમારી પાસે આવે છે.

સરકારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં E20 ફ્યૂઅલ બંધ કરવું જોઈએ..એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. એને લઈને બે મોટા વિવાદો ઊભા થયા હતા.જો કે ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, જોકે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી.આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂનાં વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયા હતા.

જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારનાં વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યું છે, પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલાં વાહનોમાં જ આવે છે, જ્યારે આ પહેલાં બનેલાં વાહનોમાં E20 ફ્યૂઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે.

આવનારા સમયમાં પેટ્રોલમાં 30% ઇથેનોલ ભેળવવાની વાત ચાલી રહી છે, પરંતુ જો આવું થશે તો વાહનોમાં પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને તો નુકસાન છે જ, એની સાથે સાથે પેટ્રોલ પંપના ડીલરોને પણ લાખો રૂપિયાનું નુકસાન થશે.જેને ધ્યાને લઇ આ પત્ર દક્ષિણ ગુજરાત પેટ્રોલપંપ એસોસિયેશન દ્વારા સરકારને લખી વાતચીત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ઉમેરણ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી

આ પણ વાંચો:ઇથેનોલ શું છે અને તે કેવી રીતે બને છે?

આ પણ વાંચો:નીતિન ગડકરીએ લોન્ચ કરી ઇથેનોલથી ચાલતી ઇનોવા, જાણો શું છે તેમાં ખાસ