@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં સરખેજમાં અંબર ટાવર સામે રહેતી યુવતિએ પતિ સહિત સાસરિયાઓ સામે દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા રોશની નામની યુવતિનાં લગ્ન ફોઈનાં દિકરા મોહમદ આરિફ રંગરેજ સાથે થયા હતા. છેલ્લાં 5 મહિનાથી યુવતિનાં પતિ અને સાસુ નુરબાનુ અને સસરા અનવર રંગરેજે 5 લાખની માંગણી કરી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. યુવતિએ પિતાને જાણ કરતા પિતાએ સાડા ચાર લાખ રૂપિયા પતિના ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા. તેમ છતા પતિએ યુવતિને ત્રાસ આપવાનુ ચાલુ રાખ્યુ હતુ.
Crime: સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા
ગત નવેમ્બરમાં યુવતિનાં પતિ આરિફ રંગરેજે તેને યુવતિના નામે મિલ્કત ખરીદવાનુ કહિને કાગળો પર સહિ કરાવી. જે બાદ યુવતિ દિકરા સાથે પિયરમાં ગઈ અને પરત સાસરિમાં આવી ત્યારે પતિએ તુ મારા ઘરે કેમ આવી, મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી અને મે તારી સાથે છુટાછેડા લીધા છે તેવુ કહયુ હતુ. જોકે યુવતિએ પતિ આરીફને કહ્યુ હતુ કે મે તમને છુટાછેડા આપ્યા નથી, જોકે પતિ યુવતિને ઘરની બહાર કાઢવા માંગતો હોવાથી યુવતિએ બહાર જવાની ના પાડતા પતિએ રોશનીને માર માર્યો હતો. અને રોશનીને પિતાનાં ઘરે યુપી જતી રહેવા કહ્યુ હતુ. 22મી ફેબ્રુઆરીએ રાતનાં સમયે રોશનીનાં પતિ આરિફે ઘરે આવીને રોશનીને પિતાનાં ઘરે જવાનુ કહેતા યુવતિએ ના પાડતા ફરિ તેને આરિફે માર મારવાનુ શરૂ કર્યુ હતુ.
Gujarat: વડોદરામાં લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
યુવતિએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પણ પતિ આરિફે યુવતિને મારા વિરુધ્ધ ફરિયાદ કરીને શુ ઉખાડી લીધુ તેમ કહીને વધુ ત્રાસ આપ્યો હતો. અંતે યુવતિએ તેનાં પિતાને અમદાવાદ બોલાવ્યા હતા. જે બાદ પતિ, સાસુ અને સસરાએ રોશનીને પિતા સાથે જતી રહેવાનુ કહેતા યુવતિએ ના પાડતા તેની સાથે ઝધડો કરીને પતિ આરિફ રસોડામાંથી કેરોસીનનું ડબલુ લાવી રોશની પર છાંટી તેને ઘમકી આપી હતી કે તારા બાપનાં ત્યા જતી રહે નહી તો તને જાનથી મારી નાખીશ. જેથી યુવતિ ગભરાઈ ગઈ હતી અને તેનાં પર કેરોસીન છાંટેલુ હોવાથી તેને બળતરા થતી હોવાથી 108 માં ફોન કરી સારવાર માટે સોલા સિવિલમાં ગઈ હતી. જે બાદ યુવતિએ પતિ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
