દેશના અગ્રગણ્ય બંદર એવા કચ્છનાં કંડલા ખાતે આવેલ કાશેઝનો 57 મો સ્થાપના દિવસ ગાંધીધામમાં ઉજવાયો હતો. કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં જુદી જુદી ફેકટરીઓ અને કંપનીઓ આવેલી છે સ્મોલ અને મીડીયમ કેટેગરીમાં આવતા ઉધોગગૃહો કાશેઝમાં આવેલા છે અંદાજે 28 હજારથી વધુ લોકો સેઝમાં રોજગારી પણ મેળવે છે ભારત સરકાર હસ્તકના કાશેઝને 56 વર્ષ પૂર્ણ થઈ 57 મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલય હસ્તક કાશેઝનું સંચાલન થાય છે.
ગાંધીધામની ખાનગી હોટલમાં સ્થાપના દિવસ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનારા ઉધોગગૃહોને પ્રમાણપત્ર અપાયા છે. રંગારંગ કાર્યક્રમમાં ભવિષ્યમાં ઉધોગોના વિકાસ માટે કેવી તકો ઉભી કરવામાં આવશે તેની માહિતી અપાઈ હતી. ખાસ તો કાશેઝમાં હવે એન્કર બ્રાન્ડ કંપનીઓ એટલે કે નેનો ટેકનોલોજી, રોબોટિક્સ, મેડિકલ સહિતના ક્ષેત્રની કંપનીઓ કે જેનું દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ હોય છે તેવી કંપનીઓ લાવવા પણ વિચારણા છે ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેઇડ ઇન ઇન્ડિયા’ પ્રોજેકટને સાર્થક કરવામાં ‘કાશેઝ’ મહત્વની કડી ભજવે છે. આ કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન સંજય મહેતા,કાશેઝના ડીસી આમિયાચંદ્ર વગેરે હાજર રહ્યા હતા
Covid-19 / રાજ્યમાં ફરી એકવાર વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 575 નવા કેસ
Bengal election / ‘હમે દો હમારે દો’નો જવાબ, પીએમ મોદીએ કહ્યું- હાં, દોસ્તો માટે જ કામ કરીશ, કારણ કે મારા દોસ્ત ગરીબ છે
