સ્વસ્થ શરીર અને સંપૂર્ણ આહાર માટે આપણે સૌથી વધુ ધ્યાન આપણા બે ટાઈમના જમાવા માટે નહીં. પરંતુ બ્રેકફાસ્ટ માં આપવું જરૂરી હોય છે. આજકાલના ઝડપી જીવનમાં આપણે એક સૌથી સરળ વિકલ્પોને પકડવાનું વલણ રાખીએ છીએ, જેમકે કેળાં. કેળાના અનેક ફાયદા જાણતા હોવાથી આપણે તેને જ પ્રથમ સ્થાન આપીએ છીએ. કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક છે. આ ફળની સામગ્રી હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરનો થાક ઘટાડે છે, બ્લડ પ્રેશર જાળવવા ઉપરાંત, હતાશા, કબજિયાત, હાર્ટબર્ન અને અલ્સરને ઘટાડવા અને શરીરને ઠંડક પ્રદાન કરવા માટે મદદરૂપ થાય છે. તેમાં આયર્નની માત્રા પણ વધુ છે, જે હિમોગ્લોબિનના ઉત્પાદનને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને એનિમિયા મટાડવામાં મદદ કરે છે. જોકે, કેળું ખાલી પેટ ખાવું તે હજી પણ ચર્ચાસ્પદ છે.અમુક તેના ફાયદા ગણાવે છે

કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્રોત છે, તેથી તે તમારા શરીરમાં વિવિધ પોષક તત્વોની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તે એનર્જી બૂસ્ટર છે અને ભૂખને ઘટાડે છે. દરરોજ એક કેળાનું સેવન તો ચોક્કસથી કરવું જોઈએ, તેમ મેક્રોબાયોટિક હેલ્થ કોચ(યુકે)ના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શિલ્પા અરોરાએ કહ્યું છે. તમારી રોજિંદી શુગર જરૂરિયાતના 25 ટકા માત્ર કેળાની મિઠાશથી જ મળી રહે છે અને શક્તિનો પણ સંચાર કરે છે. કેળામાં અન્ય પોષક તત્ત્વો જેવાકે આયર્ન, ટ્રિપ્ટોફન, વિટામિન બી 6 અને વિટામિન બી પણ શરીર માટે જરૂરી છે. પરંતુ શું કેળા ખરેખર એટલા જરૂરી છે, જેટલા વારંવાર કહેવામાં આવે છે? અનેક રીસર્ચ અનુસાર કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોવા છતાં ખાલી પેટમાં સેવન કરવા માટે આ એક સારો વિકલ્પ નથી. આવો જાણીએ તેની પાછળના કારણો કે કેમ ભૂખ્યા પેટે કેળાં ન ખવાય.
કેળામાં કુદરતી મીઠાશ હોય છે જે અમુક કલાકો પછી પાણીની ઉણપ શરીરમાં સર્જે છે. કેળા મૂળ રીતે એસિડિક છે તેથી જો ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તે આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે. બેંગ્લુરુ સ્થિત પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ ડૉ. અંજુ સૂદના જણાવ્યા અનુસાર, કેળા એસિડિક સ્વભાવના હોય છે અને તેમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે. તેઓ સવારે ઉઠતા સમયે એટલેકે બ્રેકફાસ્ટમાં જરૂરી છે, પરંતુ ખાલી પેટે તેને આરોગવા નહીં. મેગ્નેશિયમની વધુ પડતી માત્રા લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ વચ્ચે અસંતુલન સર્જી શકે છે, જે રક્તવાહિની તંત્ર પર વિપરીત અસર કરે છે.
