બનાસકાંઠા,
દેશભરમાં ઉત્તરાયણનો પર્વ મનાવામાં આવી રહ્યો છે. બધા જ લોકો ધાબા પર ચડીને પતંગની મજા માની રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદ શહેર ખાતે મંતવ્ય ન્યુઝ તેમજ જલારામ યુવક મંડળ દ્રારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘવાયેલા થયેલા પક્ષીઓ માટે સારવાર કેમ્પનું 3 દિવસ માટે આયોજન કયું છે.
આ કેમ્પ તારીખ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. સાંજ સુધી ખુલ્લો મૂકી ઘાયલ પક્ષી તેમજ ગૌવંશ ની સેવા તદઉપરાંત શ્વાનો લાડુ વગેરે સેવા આપવામાં આવી હતી
આપને જણાવી દઈએ કે આ ઉત્તરાયણના દિવસે એક દાતા તરફથી પક્ષી સારવાર કેમ્પ ખાતે 200 ચકલી ઘર તેમજ શ્વાનો (કુતરાઓ)ને ખોરાક ખાવા માટે બે ખાના વાળી ચાટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે સુધી અત્યાર સુધીમાં દોરાથી ઘાયલ થયેલ 4 (ચાર) પક્ષી કબૂતર આવ્યા હતા જેમાં બે પક્ષીઓ વધુ ઘાયલ હોવાથી મૃત્યુ પામ્યા હતા બે કબૂતર ને સારવાર આપી જીવ બચાવ્યો હતો અને પછી તેમને પક્ષી ઘરમાં મુકાયાં હતાં
મંતવ્ય ન્યૂઝની સાથે જલારામ યુવક મંડળ સહભાગી થઈને આ ત્રણ દિવસ સુધી જીવદયાનું કાર્ય કર્યું હોવાથી થરાદની જનતાએ આભાર વ્યક્ત કર્યો હતો.
