રાસ્કા,
રાજ્યના જંગલો જે રીતે નાશ પામી રહ્યાં છે તેમાં વૃક્ષ કટીંગનો મહત્વનો ફાળો છે સાથે સાથે હરિયાળા જંગલોને નાશ કરતા કેમિકલના ટેન્કરો પણ છે.બોડેલી તાલુકાના મોટા રાસકા ગામની સીમ અને જાંબુઘોડા અભ્યારણના જંગલ વિસ્તારમાં અતિ દુર્ગંધ મારતું ઝેરી પ્રકારનું કેમિકલ ખાલી કરતી એક ટ્રક પકડાઇ છે.
રાસ્કા ગામના જાગૃત નાગરિકોએ કેમિકલથી ભરેલી આ ટ્રક પકડી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. શિવરાજપુર રેંજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ટ્રકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી તાલુકાના ઝંડ હનુમાન જવાના રસ્તા પર આવેલ મોટા રાસકા ગામની સીમ અને જાંબુઘોડા અભ્યારણ ના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓને નુકશાન પહોંચાડે તેવી આ ટ્રકમાં 45 ખાલી બેરલ અને 35 જેવા કેમિકલના બેરલ હતા.
એવું સામે આવ્યું છે આ બેરલમાં ભરેલું કેમિકલ વૃક્ષોને નુકસાન પહોંચાડે તેવું છે.પોલિસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આવી બીજી ટ્રકો પણ જંગલમાં આવી હોઇ શકે છે.
ટ્રક પકડાતા આર.એફ.ઓ એફ એ ખત્રી તેમના સાથી ફોરેસ્ટ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ અને ગ્રામજનોને આવતા જોઈ કેમિકલ ખાલી કરી રહેલા ઇસમો અને ટ્રક ચાલક ટ્રક અને બેરલો મૂકી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પંદર – વીસ દિવસ પહેલા પણ આવી જ એક ટ્રક આવું જ દુર્ગંધ મારતું ઝેરી પ્રકારનુ કેમિકલ ખાલી કરી ગઈ હતી જેને લઇ ગામના ઘણા ઢોર મૃત્યુ પામ્યા
