Vadodara News: વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાને ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો. લગભગ પાંચ લાખ ગેસ ગ્રાહકોએ ગેસ વગર રહેવાની ફરજ પડતાં તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે જ સળગ્યા ન હતા. તેના કારણે સ્વિગી અને ઝોમેટો જેવા ફૂડ ડિલિવરી પાર્ટનર અને હોટેલોને જલસો પડી ગયો હતો.
વડોદરામાં ગેસ સપ્લાય અચાનક જ બંધ
વડો-દરામાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ પડ્યુ હતુ. તેના લીધે ગેસનો મોટો જથ્થો બહાર નીકળ્યો હતો, અધિકારીઓએ તરત જ તકેદારીના પગલાંના સ્વરૂપમાં તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો.
આ ઘટનાના કારણે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દોઢ લાખથી પણ વધારે ઘરોમાં ગેસના ચૂલા સળગ્યા ન હતા. લોકોને સોમવારના બદલે જાણે રવિવારે જ અગિયારસ કરવાની ફરજ પડી હોય તેવી સ્થિતિ હતી. તેઓએ આના કારણે અન્ય વિકલ્પોનો આશરો લેવાની ફરજ પડી હતી. આ અસર સૌથી વધુ પ્રમાણમાં પૂર્વ અને ઉત્તર ઝોનમાં અનુભવાઈ હતી. કેટલાય વિસ્તારોમાં લોકોએ ગેસના સિલિન્ડર, હોટેલ, પેકેજન્ડ ફૂડ અને ફૂડ ડિલિવરી પાર્ટનરો પર આધાર રાખવો પડ્યો હતો.
ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વીએમસી અને વીજીએલે આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યુ હતુ. છેવટે સવારે સવા સાત વાગે હરણી વિસ્તાર સહિત અનેકવિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો હતો. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
જો કે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે. માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન મેઇન ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું જ કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. શું આ પ્રકારના કામકાદ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટર લેતા નથી. કોન્ટ્રાક્ટ કરતી કંપનીએ બેદરકારી દાખવી હતી કે વીએમસી, વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી છે. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે.
આ પણ વાંચો: Vadodara News/વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નિતીન ગડકરીને પત્ર લખ્યો, ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે
આ પણ વાંચો: Vadodara News/વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી શખ્સ ફરાર, મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મુકવો ભારે પડ્યો
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા થઈ હોવાની શંકા

