Ahmedabad News: અમદાવાદના ઇસ્કોન બ્રિજ (ISkon Brideg Accident Case) પર લગભગ પ્રતિ કલાક 150ની સ્પીડે જગુઆર હંકારીને નવ યુવાનોના જીવ લેનાર તથ્ય પટેલની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. અકસ્માતના અઢી વર્ષે તથ્ય-પટેલની કોઈ રાજકીય કારી ફાવી નથી. સુપ્રીમ કોર્ટે નવને કચડી નાખનારના ગુનાના આરોપી તથ્ય પટેલની સામે ચાર્જ ફ્રેમ કરવા ટ્રાયલ કોર્ટને કડક આદેશ આપ્યો છે. આમ ગુનો થયાના અઢી વર્ષ પછી તથ્ય પટેલ સામે આરોપ ઘડવાનો કેસ ચાલશે. આમ તથ્ય-પટેલને મોટો ફટકો પડ્યો છે.
અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા થયેલ અકસ્માત
જુલાઈ 2023માં બનેલી આ ઘટનાને લઈને તથ્ય-પટેલને બચાવવા માટે જે પ્રકારે લોબીઇંગ ચાલ્યુ હતુ તેની સામે પીડિતોના કુટુંબોનો જબરદસ્ત આક્રોશ હતો. તેઓએ તથ્ય-પટેલને કોઈપણ ભોગે સજા થવી જોઈએ તે કેસ અંગે હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ન્યાય માટે પીડિતના કુટુંબીઓએ થઈ રહેલા વિલંબ સામે પણ આક્રોશની લાગણી વ્યક્ત કરી છે. તેના પગલે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસમાં ત્વરિત કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આમ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ થતાં સેશન્સ કોર્ટમાં તથ્ય-પટેલ સામે કાર્યવાહી ચાલશે અને ઝડપથી ચાલશે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ પોલીસે અગાઉ 1,684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ તહોમતનામામાં અકસ્માત સમયે પુલ પરથી પસાર થઈ રહેલા બાઇકરના વિડીયો ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેમા તથ્ય-પટેલના વકીલોએ વારંવાર જામીન અરજીઓ દાખલ કરીને કેસને વિલંબમાં નાખ્યો હતો, જેથી પીડિતોને ન્યાય ન મળે.
અગાઉ હાઈકોર્ટમાં પણ તથ્ય-પટેલ ની જામીન અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો. સરકારી વકીલની દલીલ હતી કે આરોપી ગુનાહિત માનસિકતાવાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેથી જો તથ્ય-પટેલને જામીન આપવામાં આવે તો ફરિયાદી તેમજ સાક્ષીઓને તે ડરાવી ધમકાવી શકે છે. ટ્રાયલ શરૂ થવાની હોવાથી જો આરોપીઓને જામીન આપવામાં આવે તો પુરાવાની સાથે પણ છેડછાડ થઈ શકે છે. તેના પછી હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી.
