અકસ્માત/ અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભારે વરસાદના લીધે એક્ટિવા સ્લીપ થઇ જતાં ચાલકનું મોત

રવિવારે સાંજે શહેરમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો,શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો

Top Stories Gujarat

મેટ્રો સીટી અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, રવિવારે સાંજે શહેરમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો,શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો, અનાધાર વરસાદના લીધે ઘણા બધા વિસ્તારના અંડર બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ભારે વરસાદના લીધે એક એક્ટિવા ચાલકનું મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવક એક્ટિવા લઇને જતો હતો અને તેનું સ્કૂટર સ્લીપ થઇ જતાં તે નીચે પટકાયો હતો અને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી,તેનું મોત નિપજ્યું છે.

હાલ શહેરમાં ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ છે,શહેરમાં અતિ વરસાદના લીધે આવતીકાલે શાળા-કોલેજો બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પાલડીમાં 9 ઇંચ પડ્યો હતો,જ્યારે બોડકદેવમાં 8 ઇંચ,ઉસ્માનપુરામાં 8 ઇંચ,જોધપુરમાં સવા સાત ઇંચ અને મકરબામાં પણ સવા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. બોપાલ અને ગોતામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો રાયખડ અને સરખેજમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેંટિગ કરતા ચોમેર વરસાદના પાણી ભરાઇ ગયા હતા.