Not Set/ એરફોર્સની તાકતમાં વધારો કરવા 8 ‘અપાચે એએસ-64 ઈ’ આજે થશે ભારતીય વાયુસેનામાં સામેલ

ભારતીય વાયુ સેનાનો કાફલો હવે વધુ મજબુત થવા જઈ રહ્યો છે, યુ.એસ. માં ઉત્પાદિત ‘અપાચે એએચ-64 ઈ’ 8 લડાઇ હેલિકોપ્ટરને પંજાબનાં પઠાણકોટમાં ભારતીય વાયુસેનાનાં કાફલામાં સામેલ કરવામાં આવશે. પ્રથમ ચાર હેલિકોપ્ટર જેને અમેરિકન કંપની બોઇંગે 27 જુલાઈએ ભારતીય વાયુસેનાને સોંપી દીધા હતા. કુલ 22 હેલિકોપ્ટર સપ્લાય કરવાના છે. એરફોર્સે 3 સપ્ટેમ્બરનાં રોજ પઠાણકોટ સ્ટેશન પર […]

Top Stories India

ભારતીય વાયુ સેનાનો કાફલો હવે વધુ મજબુત થવા જઈ રહ્યો છે, યુ.એસ. માં ઉત્પાદિત ‘અપાચે એએચ-64 ઈ’ 8 લડાઇ હેલિકોપ્ટરને પંજાબનાં પઠાણકોટમાં ભારતીય વાયુસેનાનાં કાફલામાં સામેલ કરવામાં આવશે. પ્રથમ ચાર હેલિકોપ્ટર જેને અમેરિકન કંપની બોઇંગે 27 જુલાઈએ ભારતીય વાયુસેનાને સોંપી દીધા હતા. કુલ 22 હેલિકોપ્ટર સપ્લાય કરવાના છે. એરફોર્સે 3 સપ્ટેમ્બરનાં રોજ પઠાણકોટ સ્ટેશન પર ‘અપાચે એએચ -64 ઈ’ હેલિકોપ્ટરને કાફલામાં સમાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનશે.

ભારત સરકારે અમેરિકન હથિયાર બનાવતી કંપની બોઇંગ સાથે 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટેનાં સોદા પર હસ્તાક્ષર કર્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે ભારતને 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે. એએચ-64 ઈ અપાચે એ વિશ્વનાં સૌથી આધુનિક મલ્ટી-પર્પઝ લડાઇ હેલિકોપ્ટરમાંનો એક છે અને તેનો ઉપયોગ યુએસ સૈન્ય દ્વારા પણ થાય છે. વાયુસેનાએ સપ્ટેમ્બર 2015 માં યુએસ સરકાર અને બોઇંગ લિમિટેડ સાથે 22 અપાચે હેલિકોપ્ટર માટે કરાર કર્યો હતો.

રક્ષા મંત્રાલયે 2015 માં 22 એએચ-64 અપાચે બોમ્બર હેલિકોપ્ટરનાં ઉત્પાદન, તાલીમ અને સપોર્ટ માટેનાં આદેશને અંતિમ રૂપ આપ્યું હતું. બોઇંગ 2020 સુધીમાં તમામ 22 અપાચે હેલિકોપ્ટર આઇએએફને ઓપરેશન માટે પહોંચાડશે. બોઇંગે અત્યાર સુધીમાં વિશ્વભરમાં પોતાના ગ્રાહકોને 2,200 અપાચે હેલિકોપ્ટર પ્રદાન કર્યા છે. ભારત અપાચે પસંદ કરવા માટે વિશ્વનો 14 મો દેશ છે. એએચ-64 ઈ માં નવીનતમ તકનીકનો ઉપયોગ કરવામાં આવેલ છે, તે વિશ્વનું શ્રેષ્ઠ હુમલો કરનાર હેલિકોપ્ટર બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.