Ahmedabad News:અમદાવાદના સાણંદના લોદરિયાલ ગામમાં હત્યા બાદ આત્મહત્યાનો બનાવ બન્યો છે. જેમાં એક પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકા અને પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ,આ ઘટનામાં પ્રેમીએ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આપને જણાવી દઈએ આ પુરુષ અને સ્ત્રી ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. જ્યાં મહિલા તેની પુત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી, અને તેનો પતિ તેને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસને 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે જેના પરથી પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના ચાંગોદર નજીકના લોદર્યાલ ગામમાં પ્રેમિકા સહિત બે પ્રેમીઓના મૃતદેહ મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રેમીએ તેની અને તેની પુત્રીની હત્યા (Murder) કરી હતી અને બાદમાં આત્મહત્યા (Suicide) કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે અને વધુ તપાસ કરી રહી છે.
હત્યાઓ પછી રણછોડે પોતે પણ આત્મહત્યા કરી
ઘટના કઈક એમ હતી કે રણછોડ નામનો પ્રેમી મોડી સાંજે તેની પ્રેમિકા ગીતા વાણિયા અને પુત્રી દેવાંશીના ઘરે પહોંચ્યો હતો અને વિવાદનો બદલો લેવા માટે માતા-પુત્રની હત્યા કરી દીધી હતી. વધુમાં, હત્યાઓ પછી રણછોડે પોતે પણ આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રેમીએ તેને પેપર કટરથી ઘા માર્યા હતા.
ઘટનાસ્થળે સુસાઇડ નોટ મળી આવી
બંને માતા- પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રેમીએ પોતે પણ મોતને વહાલું કર્યું હતું, ચાંગોદર પોલીસને ઘટનાસ્થળે તેના પ્રેમીને સંબોધીને બનાવેલી સુસાઇડ નોટ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે સુસાઇડ નોટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ હોઈ શકે છે, કારણ કે મૃતક ગીતાબેન અને તેનો પતિ દિનેશ અલગ રહેતા હતા. એવું પણ બહાર આવ્યું છે કે તેના પતિએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે તેને છૂટાછેડા આપ્યા ન હતા.મૃતક ગીતા વાણિયા અગાઉ અમદાવાદના ગોમતીપુરમાં રહેતી હતી. જોકે, ગીતાબેન અને તેના પતિ દિનેશ વચ્ચે ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે, જેમાં તેના પતિને જેલ પણ થઈ ચૂકી છે. ગીતા વાણિયા પણ તેના પતિથી છૂટાછેડાની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી હતી.
પત્ની સાથેના અણબનાવને કારણે ગીતાબેનના પતિ દિનેશ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા હતા. જોકે, ગીતા વાણિયાએ તેના પ્રેમી રણછોડના ઘર પાસે લોદર્યાલમાં એક રૂમ પણ ભાડે રાખ્યો હતો. એવી પણ શંકા છે કે ગીતાના પ્રેમીને ગીતાના બીજા પુરુષ સાથે સંબંધમાં હોવાથી તેની હત્યા કરવામાં આવી હશે. જોકે, કેસ પાછળનો હેતુ જાણવા માટે, પોલીસે ફરિયાદ નોંધી છે, સુસાઈડ નોટ જપ્ત કરી છે અને તપાસ કરી રહી છે. પોલીસે મૃતક રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ બોલાવ્યા છે અને હત્યા અને આત્મહત્યા પાછળનો હેતુ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધ્યો છે, બંનેના પરિવારજનોને તપાસ માટે બોલાવ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના
આ પણ વાંચોઃ દર્દીની પત્નીના મોહમાં આવેલા ડોક્ટરની હત્યા, હુમલાખોરો દ્વારા હુમલો અને ફોન અકસ્માતમાં ઘાયલ
આ પણ વાંચોઃ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા
