Chhotaudepur/ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

તાલુકાના પીપલદા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીની તેમના જ ઘરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat

Chhotaudepur News: છોટાઉદેપુરમાં કવાંટના પીપલદા ગામે ડબલ મર્ડરની Double Murder ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીની તેમના ઘરમાં જ ક્રૂર હત્યા Murder કરી દેવાઈ છે. મહિલાના બંને પગના પંજા કાપી નાખી હત્યા કરાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

મેટ્રો શહેર બાદ હવે નાના શહેરો, ગામડાઓમાં પણ હત્યા, લૂંટફાટના ગુનાઓ સતત વધવા લાગ્યા છે. છોટાઉદેપુર Chhotaudepur જીલ્લામાં ક્વાંટ તાલુકાના પીપલદા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીની Old Couple તેમના જ ઘરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. મહિલાના બંને પગના પંજા કાપી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. તેમજ ગળા, મોઢા સહિત શરીરના ભાગે અસંખ્ય ઘા પણ પોલીસને જોવા મળ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

આવી જ ઘટના હિંમતનગરમાં બની હતી. માહિતી મુજબ નિવૃત્ત પોલીસ દંપત્તિની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. તીક્ષ્ણ હથિયાર વડે નિવૃત પોલીસ કર્મી અને એમના પત્નીની હત્યા કરી દેવાઈ હતી.. હિંમતનગરના રામનગર સોસાયટીમાં ઘટના બની હતી. અજાણ્યાં શખ્સો દ્વાર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. એ ડિવિઝન, એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

તો બીજી બાજુ વંથલી તાલુકાના રવની ગામમાં રહેતા રફીકભાઈ સાંધ અને તેમનો પુત્ર જિહાલ સાંધ બંને વાડીએથી પરત ફરતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. અને બંને પિતા પુત્રને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો:  ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં