Gujarat Weather News: ગુજરાતમાં હવામાન વિભાગને (Weather Department) લઈ નવી આગાહી કરી છે. ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થયું હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ વરસાદ રહેશે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડશે.
વધુમાં, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 22 ઓગસ્ટ (આજે) દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી છે, તો બીજી બાજુ દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે. ઉત્તર ગુજરાતમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ,દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં