Gujarat Weather News:સમગ્ર ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છુટા-છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં સારો વરસાદ પડશે તેમ હાલ જણાઈ રહ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:પાલક માતા પિતા યોજના થકી બાળકની કરી શકાશે સંભાળ
આ પણ વાંચો:મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવશો, જાણો બધું જ
આ પણ વાંચો:માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર સીતારામ હીશોરીયાની કરાઈ ધરપકડ
