Jamnagar News/ જામનગરમાં મેયર વિનોદ ખીમસુરિયા અને સાંસદ પૂનમ માડમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોનું રેસ્ક્યુ કરાવવા સહિત ફૂડ પેકેટ વિતરણ કાર્યમાં સહયોગ આપ્યો

Top Stories Gujarat Others
Mayor Vinodbhai Khimsuriya and MP Poonamben Madam visit the flood affected areas in Jamnagar.

Jamnagar News: સમગ્ર જિલ્લા સહિત જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે.
આવી વિકટ પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે અને તેમને સધિયારો આપવા માટે જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેમાં સાંસદ  પૂનમબેન માડમ, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી તથા અન્ય આગેવાનોના સંયુકત પ્રયાસોથી બચાવ કામગીરી ચાલી રહી છેલોક આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમમાં હાજર અધિકારી ઓ પાસેથી સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વર્તમાન રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.ત્યારબાદ તેઓ નીચાણવાળા વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયરના જવાનો તથા એનડીઆરએફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી, અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડયા હતા.તેમજ તમામ આશ્રિતોને ફૂડ પેકેટ, જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ વગેરેનું વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી.

સાગર સંઘાણી, જામનગર, મંતવ્ય ન્યૂઝ