- સુરતની સાડીમાં મોદી યોગી
- 50 હજાર સાડીનો ઓર્ડર
- રૂ.150 સુધીની સાડી
- સાડી પણ પ્રચારનું માધ્યમ
સુરતમાં યુપી ઈલેકશનને લઈ વ્યાપારીઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. યુપી ઈલેકશનને લઈ ભાજપા પ્રેમી યુવતીઓ ખાસ ભાજપની સાડી પહેરવાનો આગ્રહ રાખી રહી છે. પરિણામે અત્યાર સુધીમાં યીપીથી 50 હજાર કરતાં વધુ સાડીઓના ઓર્ડર આવી ચૂક્યા છે. જ્યારે 150થી લઈ 500 રૂપીયા સુધીની સાડીઓ બનાવવામાં આવી રહી છે. અમુક દિવસમાં માલ સુરતથી ઉત્તર પ્રદેશ માટે જવા નીકળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

સુરતના વેપારીઓએ ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પોતાના મન ગમતા નેતા મોદી અને યોગી ની સરકાર ફરી પાછી આવે તે માટે ખાસ મોદી અને યોગીના ચહેરા સાથે રામ મંદિરના મુદ્દા ઉપર બનાવેલી સાડીઓની ભારે માંગ શરૂ થઈ હતી જોકે અત્યાર સુધીમાં ૫૦ હજાર કરતાં વધુ સાડીઓના ઓર્ડર આવી ચૂક્યા છે ત્યારે 500 રૂપિયાની કિંમતની સાડી બાદ સસ્તી સાડીની માંગ શરૂ થતાં જ સુરતના વેપારીઓએ દોઢસો રૂપિયાની કિંમતની ભાજપના ચિન્હ વાળી સાડી બનાવી છે અને આ સાડીની પણ બજારમાં ભારે માંગ શરૂ થઇ છે

આગામી દિવસમાં ભારતના ઉત્તર પ્રદેશમાં જે રીતે ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકારણમાં છે તેની અસર સીધી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે કોરોના કાળમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન થોડું ઓછું થયું હતું, એની સામે હવે રાજકીય પાર્ટીઓના ઓર્ડર મળવાના શરૂ થતાં ફરી એક વખત કાપડ મિલોમાં ઉત્પાદન શરૂ થયું છે. ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ચરમસીમા પર છે ત્યારે યોગી અને મોદીના છબિવાળી સાડીઓ તૈયાર થવાની શરૂ થઈ ગઈ છે.

સાડી પર સ્લોગન લખવામાં આવ્યું છે કે “જો રામકો લાયે હૈ હમ ઉનકો લાયેંગે. યુપી મેં હમ ફિર સે ભગવા લહરાયેગે”.. આ પ્રકારના સ્લોગનવાળી સાડીઓની ડિમાન્ડ ખૂબ જોવા મળી રહી છે.આ સાડીઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક અને ગુણવત્તાવાળી હોય છે. રાજકીય માહોલ બનાવવા માટે રાષ્ટ્રીય જળ આ પ્રકારની સાડીઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોય છે.
ઉત્તરપ્રદેશના ગોરખપુર, જોનપુર હોય કે કાનપુર હોય, આવા અલગ-અલગ શહેરોમાંથી ઓર્ડર સુરતના એક્સેલ વેપારીઓને મળી રહ્યો છે અત્યાર સુધીમાં ૫૦ હજાર કરતાં વધુ સાડીઓ નો ઓર્ડર સુરતના વેપારીઓને મળ્યો છે પણ આ સાડી 500 રૂપિયાની કિંમતની હોવાને લીધે હવે વેપારીઓ દ્વારા ઓછી કિંમતની સાડીઓની માં શરૂ થઈ છે જ્યારે સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ ભાજપના ચિન્હ વાળી ખાસ 150 રૂપિયાની સાડી પણ ત્યાર કરી છે અને તેની પણ બજારમાં ભારે માગ છે.

આ ઉપરાંત જે રીતે ઉત્તર પ્રદેશમાં રામ મંદિર બની રહ્યું છે ત્યારે લોકો રામ મંદિર બાજુ ફેલાય તે માટે ખાસ સાડીઓ રામ મંદિર ના ફોટો બોક્સમાં પેક કરીને આપવા માટેની તૈયારીઓ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે એટલે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપના લોકો પહોંચે અને પોતાનો વેપાર બંધ થાય તે પ્રકારના તમામ પ્રયાસો સુરતના ટેકસટાઈલ ઉધોગકારોએ કર્યા છે ત્યારે 50,000 સાડીબાર હવે થી ૧૫૦ રૂપિયા વાળી સાડી એક લાખ કરતા વધુ ગાડી નો ઓર્ડર આવે તેવી આશા સાથે વેપારીઓએ તમામ માલધારી એ તૈયાર કરી દીધો છે અને આગામી એક કે બે દિવસમાં માલ સુરત થી ઉત્તર પ્રદેશ માટે જવા નીકળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
આ પણ વાંચો:ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
આ પણ વાંચો:અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે
આ પણ વાંચો:ગુજરાતભરમાં કાતિલ ઠંડી,10 વર્ષનો રેકોર્ડ તૂટયો,જાણો સમગ્ર વિગત
