અરવલ્લી/ કપાસના પાકમાં ખાખરી નામનો રોગ, ખેડૂતોનો સૂકાઈ ગયો પાક

કપાસના પાકને ખાખરી નામનો રોગ થતા સમગ્ર કપાસનું વાવેતર સુકાઈ ગયુ છે. કપાસનો પાક સુકાઈ જવાના કારણે કપાસનો વિકાસ અટકી ગયો છે.

Gujarat Others

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ સારી આવકની આશાએ કપાસનું વાવેતર કર્યું હતું. વાવેતર તો કર્યું પરતું વાવેતર બાદ વરસાદ ખેચાતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.  અને કપસાના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો.

  • કપાસના પાકને નુકસાન
  • ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ
  • સર્વે કરી સહાય જાહેર કરવાની અરજ

અરવલ્લી જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં ખેડૂતોએ જિલ્લાની 13 હજાર 769 હેક્ટરની જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સતત વાતાવરણમાં ફેરફાર થતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  કપાસના પાકને ખાખરી નામનો રોગ થઈ જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

કપાસના પાકને ખાખરી નામનો રોગ થતા સમગ્ર કપાસનું વાવેતર સુકાઈ ગયુ છે. કપાસનો પાક સુકાઈ જવાના કારણે કપાસનો વિકાસ અટકી ગયો છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 60 ટકા વરસાદ પડ્યો છે. ઓછા વરસાદના કારણે કપાસના પાન સુકાઈ ગયા છે. કપાસના પાકમાં રોગ થતા ખેડૂતોને પોતાના બિયારણના પૈસા પણ મળે તેમ નથી. ત્યારે હવે ખેડૂતો માત્ર સરકાર સામે આશ રાખીને બેઠા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોને કેટલી મદદ કરે છે.

મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત