Bhavnagar News/ મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

કલકત્તામાં મહિલા તબીબ ઉપર થયેલ થયેલા બનાવને લઈ ગુજરાતમાં પણ મહિલા તબીબ, નર્સ સહિત સ્ટાફની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: કોલકત્તાની (Kolkata) ઘટના બાદ સમગ્ર તંત્ર અચાનક જાગી ઉઠ્યું છે. ઘટનાનાં પડઘા ગુજરાતમાં પડ્યા છે. હોસ્પિટલોમાં મહિલાઓની સુરક્ષા મામલે વિવિધ જીલ્લાઓમાં સિક્યોરિટીની અછતને લઈ મંતવ્ય ન્યૂઝ (Mantavya News) દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી (Security) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કલકત્તામાં મહિલા તબીબ ઉપર થયેલ થયેલા બનાવને લઈ ગુજરાતમાં પણ મહિલા તબીબ, નર્સ સહિત સ્ટાફની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે ભાવનગરમાં સર ટી. હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડની સંખ્યામાં ‌વધારો કરવામાં આવ્યો હતો. ભાવનગરની સતત વિવાદમાં રહેતી સર ટી હોસ્પિટલમાં અભ્યાસ કરતી તેમજ કામ કરતી મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે ચેક કરવામાં આવ્યું હતું. જેમાં 25 સિક્યોરિટી સ્ટાફ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રો મુજબ 174 સિક્યોરિટી સ્ટાફ અત્યારે છે. તેમ છતાં આટલી મોટી હોસ્પિટલમાં 200 સિક્યોરિટી કેવી રીતે વિદ્યાર્થીનીઓ અને કર્મચારીઓની સુરક્ષા કરશે તે સવાલ ઊભો થયો છે. હોસ્પિટલ આરએમઓ, સુપરવાઈઝર દ્વારા ચેકિંગ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માહિતી મુજબ, જે પોઇન્ટ ઉપર સિક્યુરીટી ગાર્ડ નથી ત્યાં સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવશે અને હાલ 174 જેટલા સિક્યુરીટી ગાર્ડ ફરજ બજાવે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે વધુ 25 જેટલા સિક્યુરીટી ગાર્ડ ફાળવવામાં આવશે. સર ટી હોસ્પિટલમાં અગાઉ પણ અસામાજીત તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. વિકસિત ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત રહે તે હેતુથી ભાવનગર સર ટી હોસ્પિટલમાં મહિલા સુરક્ષાને લઈ અવાજ ઉઠતા હોસ્પિટલમાં ચેકિંગ પણ હાથ ધરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો:  ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં