Not Set/ દિલ્હી/ સોનિયા ગાંધીએ 2 નવેમ્બરે બોલાવી કોંગ્રેસ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર વિરુધ્ધ 5થી 15 નવેમ્બર વચ્ચે જાહેર કરેલ અભિયાન અંગેની રણનીતિ તૈયારી કરવા માટે 2 નવેમ્બરે કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશભરમાં કેન્દ્ર સરકાર વિરુધ્ધ કયા પ્રકારનું જન આંદોલન કરવામાં આવે તે અંગની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સોનિયા ગાંધીએ આગામી નવેમ્બરમાં કેન્દ્ર સરકાર સામે જાહેર કરેલા […]

Top Stories India

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર વિરુધ્ધ 5થી 15 નવેમ્બર વચ્ચે જાહેર કરેલ અભિયાન અંગેની રણનીતિ તૈયારી કરવા માટે 2 નવેમ્બરે કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશભરમાં કેન્દ્ર સરકાર વિરુધ્ધ કયા પ્રકારનું જન આંદોલન કરવામાં આવે તે અંગની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

સોનિયા ગાંધીએ આગામી નવેમ્બરમાં કેન્દ્ર સરકાર સામે જાહેર કરેલા અભિયાનને ધારદાર બનાવવા માટે 2 નવેમ્બરના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના બધા મહાસચિવ સાથે રાજ્યના પ્રભારી અને મહિલા કોંગ્રેસ, યૂથ કોંગ્રેસ, NSUI સહિત બધા અધ્યક્ષ સામેલ થશે. કોંગ્રેસ આગામી સમયમાં સરકારની આર્થિક નીતિ અને નિર્ણયો વિરુધ્ધ લોક દરબારમાં જવા ઇચ્છે છે.

આગામી નવેમ્બરમાં 5થી 15 વચ્ચે જાહેર કરેલા અભિયાનમાં કોંગ્રેસ શહેરી વિસ્તાર કરતાં વધારે ગ્રામિણ વિસ્તાર પર ફોકસ કરશે. જ્યાં આર્થિક મંદી અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ નોટબંધી અને GSTના નિર્ણયના કારણે ખેડૂતો, ગ્રામ્ય વિસ્તાર, નાના વેપારીઓમાં વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસ ઔદ્યોગિક વિસ્તારમાં પણ પોતાનું જનસંપર્ક સતર્ક કરવા માંગે છે. જેમાં મંદીમાં ચાલી રહેલા ઉદ્યોગોને લઇને કેન્દ્રની મોદી સરકારને ઘેરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.