Banaskantha/ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ બનાસ બેંકમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી

કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે હવે બનાસ ડેરી ના દૂધ ગ્રાહકો માટે દૂધનો પગાર માથાનો દુઃખાવો બની ગયો હોય એવું લાગે છે.

Top Stories Gujarat Breaking News

@ચેહરસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે હવે બનાસ ડેરી ના દૂધ ગ્રાહકો માટે દૂધનો પગાર માથાનો દુઃખાવો બની ગયો હોય એવું લાગે છે જોકે અગાઉ જેતે વિસ્તારમાં આવેલી સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત બનાસ ડેરી ના ચેરમેન અને મંત્રી દ્વારા દુધડેરી પર જ દૂધના પગારનું વિતરણ કરવામાં આવતું હતું ત્યારે હવે થરા વિસ્તારમાં
દૂધ ડેરી નો પગાર ચૂકવવા માટે માત્ર બનાસ બેંકજ કેમ.!? એવા વેધક સવાલો ઉભા થયા છે ત્યારે બેન્ક ઓફ બરોડા. એસ.બી.આઇ.બેન્ક અને ગ્રામીણ બેંકમાં કેમ નહીં.!?

એ પણ એક સવાલ છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ માં આવેલ બનાસ બેંકમાં પશુપાલકો દૂધનો પગાર મેળવવા માટે હાલાકી ભોગવી રહ્યા છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો
40 ડીગ્રી તાપમાનમાં લોકો પોતાના પૈસા માટે ઝઝૂમી રહ્યા છે. ડેરી ના પગાર ની તારીખ હોય ત્યારે થરા બનાસ બેંક માં ગ્રાહકો સવાર થી લાઇન માં ઉભા થાય છે પણ કમ નસીબે ગ્રાહકો ને ઉભા રહેવાની કોઈ સુવિધા નથી. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી આમ છતાં બનાસ ડેરી નું તંત્ર ચુપ છે. આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પોતાનુ ભાડુ ખર્ચી પૈસા ઉપાડવા આવતા હોય છે અને બેંક માં લાઇન એટલી લાંબી થાય છે કે પોતાનો નંબર આવે ત્યાં સુધી તો બેંક બંધ થવાનો સમય પૂરું થઇ જાય છે આ લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે દૂધ ડેરીનો પગાર જુઓ બનાસ ડેરી ની સાથે સાથે બેંક ઓફ બરોડા હોય કે એસબીઆઇ તેમજ ગ્રામીણ બેંક હોય જો એ બેંકો માં પણ પગાર નાખવામાં આવે તો પશુપાલકોને હાલાકી ભોગવવી ના પડે અને જે-તે બેંકમાંથી આસાનીથી પગાર મેળવી શકે.

ત્યારે હવે કાંકરેજ તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર દ્વારા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં આવેલી બનાસ ડેરી માં પશુપાલકો ને પોતાના દૂધનો પગાર સમયસર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાના પશુપાલકો દ્વારા વ્યક્ત કરી હતી ત્યારે હવે ટૂંક દિવસો માં જ ચોમાસુ પણ દસ્તક દઈ રહ્યું છે અને હવે પશુપાલકો ની વ્હારે કાંકરેજ તાલુકા બનાસ ડેરી ના ડિરેક્ટર આવશે ખરા? જો હવે પશુપાલકો ની માંગણીઓ સંદર્ભે કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી નથી પરંતુ અમુક અંશે જવાબદાર કોણ? એ પણ સવાલ થાય છે ત્યારે અમુક ગ્રામ્ય વિસ્તારો માં દૂધ ડેરી ના ચેરમેન અને મંત્રી દ્વારા ઉચાપત કરવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે બનાસ ડેરી ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર સહીત કાંકરેજ તાલુકા બનાસ ડેરી ના ડિરેક્ટર આ વાતને ગંભીરતાથી લઈ ને યોગ્ય રીતે થાય એવી આશા પશુપાલકો રાખી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર