Kachchh news/ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા

કચ્છમાં નજીવી બાબતે બોલાચાલી બાદ હત્યાના બનાવો છેલ્લા 3 દિવસમાં ચાર સામે આવ્યા છે.

Gujarat Top Stories Others Breaking News

@મહેન્દ્ર મારૂ, કચ્છ

Kachchh News: કચ્છમાં નજીવી બાબતે બોલાચાલી બાદ હત્યાના બનાવો છેલ્લા 3 દિવસમાં ચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છના ગાંધીધામમાં જુગાર રમવાની બાબતે થયેલા ઝધડામા એક યુવાનની હત્યા અને તેજ દિવસે ભુજના માધાપરમાં ભાઇના હાથે ભાઇની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તો અંજારમાં ગઇકાલે જ એક શ્રમીકની હત્યાનો મામલો સામે આવ્યો હતો જ્યા બીજી તરફ ભુજમાં એરફોર્સ સામે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેની તપાસમાં પણ મોબાઇલ માટે યુવકની હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ હતુ.

આ બનાવોની તપાસ હજુ પુર્ણ થઇ નથી ત્યા ફરી એક હત્યાની ધટના સામે આવી છે. અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઇ હતી સોસીયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં એક યુવક હાથમાં મોટા છરા સાથે એક વ્યક્તિ પર તુટી પડે છે જેને છોડાવવા માટે એક વ્યક્તિ વચ્ચે પડે છે પરંતુ યુવકનુ ધટનામાં મોત થઇ જાય છે. બનાવ અંજારના લોહારચોક વિસ્તાર, મુખ્ય બજારમાં બન્યો હતો. અંજાર પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ દેવીપુજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે આજે પૈસાની લેતીદેતી મામલે ઝધડો થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો.

પ્રાથમીક તપાસમા બન્ને સાથે જ હતા પરંતુ ઝધડો થયા બાદ છરી વડે હત્યાને અંજામ અપાયો હતો. પોલીસે હાલ હત્યા કરનાર આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે.અંજારમાં ગઇકાલે પણ એક શ્રમીકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે અંજારમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે.હત્યાનો લાઇવ વિડીયો સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજના માધાપરમાં આડાસંબંધોની આશંકાએ મોટાભાઈએ ભાઈની હત્યા કરી

આ પણ વાંચો:હોર્ન વગાડવા જેવી નજીવી બાબતમાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:પાલનપુર ડીસા હાઇવે પર હત્યા કરી લૂંટ કરાઈ