નવી દિલ્હી,
લોકતંત્રના મહાપર્વ સમી લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ છે ત્યારે વયોવૃદ્વ અને મહિલાઓ પણ મોટા પ્રમાણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. આ બધી બાબતો વચ્ચે એક એવી ખબર છે જે જાણીને તમને ચૂંટણીપંચની વ્યવસ્થા પર માન થશે. જી હા ગુજરાતમાં એક અનોખું પોલિંગ બૂથ છે જે માત્ર એક મતદાર માટે બનાવાયું છે.
Gujarat:A polling booth in Gir Forest has been set up for 1 voter in Junagadh.Voter Bharatdas Bapu says,“Govt spends money for this polling booth for 1 vote.I've voted&it's 100% voter turnout here.For 100% voter turnout everywhere,I request all to go&vote.” #LokSabhaElections2019 pic.twitter.com/N0xYNKSK0S
— ANI (@ANI) April 23, 2019
જૂનાગઢના ગીરના જંગલમાં ભારતદાસ બાપૂ નામના મતદાર માટે એક અલગથી પોલિંગ બૂથ બનાવાયું છે. ભારતદાસ અહીંયા મતદાન માટે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે સરકારે એક મત માટે અહીંયા પોલિંગ બૂથ બનાવ્યું છે. મે મારો કિંમતી મત આપ્યો છે અને હવે અહીંયા 100 ટકા મતદાન પૂર્ણ થયું. હું દેશના સર્વ નાગરિકને અચૂકપણે વોટ કરવા માટે અપીલ કરું છું.
ભારતદાસ બાપુ અહીંયાના એક પ્રાચીન મંદિરના પુજારી છે. ગીરના જંગલમાં આવેલ દાણેજ નામના ગામમાં કોઇપણ વ્યક્તિને પ્રવેશ કરવાની મંજૂરી નથી. અહીંયા મંદિરમાં રહેતા પુજારી માટે અલગ પોલિંગ બૂથ બનાવાયું છે.
નોંધનીય છે કે આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 સહિત દેશભરની 116 બેઠકો માટે મતદાન થયું છે. આ ચરણમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અનેક કેન્દ્રિય મંત્રીઓના ભાવિનો ફેંસલો થશે. મતદાન શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં વોટિંગ કર્યું હતું અને વોટર આઇડીને લોકતંત્રની તાકાત કહ્યું હતું.
