Not Set/ એસટી કર્મચારીઓએ ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનો કર્યો નિર્ણય

મોરબી, મોરબીમાં એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી છે. ત્રણ દિવસ સુધી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનો નિર્ણય લીધો છે. એસ.ટી. કર્મચારીના મંડળોએ સરકાર પાસે ૧૫ જેટલી માગણીઓ કરી છે અને એસ.ટી. બોર્ડને ખાનગી કરવાની ચાલી રહેલી પેરવી સામે વિરોધનો નિર્ણય લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ […]

Gujarat Others Trending

મોરબી,

મોરબીમાં એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી છે. ત્રણ દિવસ સુધી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનો નિર્ણય લીધો છે.

એસ.ટી. કર્મચારીના મંડળોએ સરકાર પાસે ૧૫ જેટલી માગણીઓ કરી છે અને એસ.ટી. બોર્ડને ખાનગી કરવાની ચાલી રહેલી પેરવી સામે વિરોધનો નિર્ણય લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઈ નિરાકરણ નહી આવતા  સમગ્ર ગુજરાતમાં એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવાની શરૂ કરી છે.

તારીખ ૬, ૭ અને ૮ એમ ત્રણ દિવસ ધારણ કરશે અને તારીખ ૧૩ અને ૧૪ એસટી વિભાગીય નિયામક કચેરીએ સુત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ સરકાર અને નિગમના મેનેજમેન્ટને સદ્બુધ્ધિ મળે તે માટે ઘંટનાદ અને રામ ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

તેમજ સરકાર જો માંગણીઓ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું એસ.ટી કર્મચારી મંડળના પ્રમુખ ડી.એન.ઝાલા એ જણાવ્યું હતું.