Gandhinagar News: ગુજરાતના યુવાનોનું ખાખી પહેરવાનું સપનું પૂરુ થાય તેવી સંભાવના છે. ગુજરાત પોલીસમાં હવે બમ્પર પોલીસની ભરતીની જાહેરાત થઈ છે. ગુજરાત પોલીસની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની બમ્પર ભરતી નીકળી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની કુલ 13,591ની પોસ્ટ પર ભરતી કરવામાં આવનારી છે.
તેના માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા ત્રીજી ડિસેમ્બર 2025થી શરૂ થવાની છે. 23 ડિસેમ્બર 2025 સુધી આ પ્રક્રિયામાં ઓનલાઇન અરજી કરી શકાશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જ અરજી કરી શકાશે.
આમ ગુજરાતમાં આગામી દિવસોમાં મોટાપાયા પર સરકારી ભરતી ખૂલી છે. યુવાનોની સરકારી નોકરીની માંગ તેના કારણે સંતોષાશે તો બીજી બાજુએ પોલીસ દળમાં પણ મોટાપાયા પર કર્મચારીઓની જે ખાધ પ્રવર્તે છે તે પણ પૂરી થશે. હાલમાં પોલીસ જે કામગીરી બજાવે છે તેના પર બોજો પણ ઘટશે. તેના કારણે પોલીસની કામગીરીની ગુણવત્તામાં પણ વધારો થશે.
પોલીસ બેડાની સંખ્યામાં વધારો થશે તો તેના કારણે ક્રાઈમ રેટ પણ નીચો લાવવામાં મદદ મળશે. પોલીસ તંત્ર પણ વધુ સક્ષમ બનશે. કામગીરીનો વધુ બોજો ઉઠાવી શકશે. ગુનેગારોની સ્થિતિ તેના કારણે વધુ ખરાબ થશે તેમ મનાય છે. તેની સાથે પોલીસ ફોર્સમાં નવયુવાનો આવતા નવું લોહી આવશે અને કામકાજની ગતિ વધુ તીવ્ર બનશે.
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
