Gandhinagar News: ગુજરાત પોલીસમાં ભરતી (Gujarat Police Recruitment 2026)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે 23 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા યોજાવાની છે. પરીક્ષાને લઈને વહીવટી તંત્ર અને ભરતી બોર્ડ દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-1)ની કુલ 950 જગ્યાઓ ભરવામાં આવશે.
950 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા
ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2026) બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં વિવિધ ટેકનિકલ પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 950 જગ્યાઓ માટે યોજાનારી પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરતી (Gujarat Police Recruitment 2026) બોર્ડની માહિતી મુજબ, અત્યાર સુધીમાં આશરે 25 હજાર ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે. જે ઉમેદવારોએ હજુ સુધી કોલલેટર ડાઉનલોડ કર્યું નથી તેમને સમયસર કોલલેટર મેળવી લેવા માટે અપીલ કરવામાં આવી છે.
Gujarat Police Recruitment 2026: બે સત્રમાં લેવાશે પરીક્ષા
ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાના આયોજનને ધ્યાનમાં રાખીને પરીક્ષા બે અલગ-અલગ સત્રમાં યોજાશે. સવારનું સત્ર: સવારે 9:30થી બપોરે 12:30 વાગ્યા સુધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર) તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની પરીક્ષા લેવામાં આવશે. બપોરનું સત્ર: બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-1)ની પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ પોતાના કોલલેટર પર દર્શાવેલા પરીક્ષા કેન્દ્ર અને સમયની વિગતો અગાઉથી ચકાસી લેવા જરૂરી છે.
ગેરરીતિ રોકવા AI અને ફેશિયલ રેકગ્નિશનનો ઉપયોગ
પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ભરતી બોર્ડ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પરીક્ષા સામગ્રીની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોનું GPS મારફતે સતત ટ્રેકિંગ કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
1100થી વધુ પોલીસકર્મીઓ અને 1500 શિક્ષણ કર્મચારીઓ ફરજ પર
પરીક્ષાના સફળ આયોજન માટે અમદાવાદમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર મલ્ટિપલ સિક્યુરિટી લેયર ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષા અને પરીક્ષા વ્યવસ્થા માટે 1100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, જ્યારે આશરે 1500 શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. આટલી મોટી સંખ્યામાં સ્ટાફની ફાળવણી સાથે પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉમેદવારો માટે મહત્વની અપીલ
ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2026) બોર્ડ દ્વારા હજુ સુધી કોલલેટર ડાઉનલોડ ન કરનારા ઉમેદવારોને વહેલી તકે કોલલેટર ડાઉનલોડ કરી લેવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોએ પરીક્ષાના દિવસે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્ર પર નિયત સમય કરતાં વહેલા પહોંચવું, તેમજ કોલલેટર પર આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવું જરૂરી રહેશે. 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી આ પરીક્ષા 950 જગ્યાઓ માટે ઉમેદવારોની મહત્વની કસોટી બની રહેશે.
આ પણ વાંચો:ગુજરાત પોલીસની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, આ દિવસે લેવાશે શારીરિક પરીક્ષા
આ પણ વાંચો:ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી
