Lifestyle: સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મેંદુ વડા કે દાળવડા તો ભારતીય ઘરોમાં એટલા કરારા અને સ્વાદસભર બનતા હોય છે કે વાત ના પૂછો! આપણા દાદી-નાનીમાની એક સિક્રેટ કિચન ટ્રિક (Vada Frying Trick) વિશે આજે જાણીશું જેથી તમારા વડા તેલ વિનાના પરફેક્ટ બનશે. આ માટે ખીરામાં કેવળ એક ચમચી ગરમ તેલ (Hot Oil) ઉમેરવાથી બહારથી અત્યંત ક્રિસ્પી અને અંદરથી રુ જેવા સૉફ્ટ વડા બનશે!
ગરમાગરમ મેંદુવડા કે દાળવડા (Medu Vada or Dal Vada) કોને પસંદ ન હોય? પણ જ્યારે ઘરે બનાવીએ ત્યારે મોટાભાગે એમાં તેલ વધુ શોષાવાની અથવા તો સખત થઇ જવાની ફરિયાદ રહેતી હોય છે. જો તમે રેસ્ટૉરન્ટ જેવું પરફેક્ટ ટેક્ષ્ચર ઇચ્છો છો તો આ કિચન ટ્રિક તમને ઘણી જ કામ આવશે.
પરંપરાગત રીતે મેંદુ વડા કે દાળવડાના બેટરમાં દાદી-નાનીમા હંમેશા કડાઇમાંથી કડકડતું તેલ એક ચમચીમાં લઇને મિક્સ કરી દેતા હતા. આ છે તો એક નાનુ અમથું સ્ટૅપ પણ એનાથી વડા બહારથી અત્યંત કરારા અને અંદરથી ફૂલેલા-ફૂલેલા બનશે. આ ઉપરાંત, એને તળતી વખતે એ તેલ પણ ઓછું શોષે છે આથી ખાવામાં પણ સરસ લાગે છે. બસ આ ટ્રિક (Kitchen Trick)ને યોગ્ય રીતે યુઝ કરવાનું એક વાર તમને આવડી જાય એટલે બેડો પાર!

વડાનું પરફેક્ટ ટેક્ષ્ચર (Perfect Texture of Vada)
વડાના બેટરમાં કડકડતું તેલ મિક્સ કરવાથી એમાં રહેલો સ્ટાર્ચ અને ભેજ એક ખાસ રિએક્શન ક્રિએટ કરે છે. જ્યારે વડાને તળવામાં આવે છે ત્યારે ઉપરનું લૅયર અત્યંત ક્રિસ્પી (Crispy Layer) બને છે. વળી, ગરમ તેલ ખીરામાં નાખવાથી એમાં હવાના નાના-નાના એર પોકેટ (Air Pockets) બને છે અને એથી આ બૅટર હળવું અને ફૂલેલું બની જાય છે. જ્યારે તમે આ વડા તળશો ત્યારે ગરમ તેલના કારણે વડા અંદરથા તદ્દન સ્પૉંજી, હળવું અને રુ જેવા મુલાયમ (Spongy Vada) બનશે.
તેલ ઓછું શોષાય એની સિક્રેટ નુસખો
મોટાભાગે ઘરે બનતા વડા તળતી વખતે ઘણુંબધું તેલ શોષાય છે જેથી એ ઑઇલી થઇ જાય છે. બેટરમાં ગરમ તેલ મિક્સ કરવાથી બહારનું ટેક્ષ્ચર તરત જ સીલ થઇ જાય છે અને એ કારણથી જ્યારે વડા તેલમાં નાખવામાં આવે છે ત્યારે એ તળતી વખતે વધારેપડતું તેલ શોષતા નથી.
પરંપરાગત કિચન સિક્રેટ ટ્રિક (Traditional Kitchen Trick)
આ કોઈ નવી ટૅકનિક નથી પરંતુ સદીઓ પુરાણી છે અને આ પારંપરિક પદ્ધતિમાં અડદ દાળ અથવા તો વડાનું બૅટર (Better) વાટીને તૈયાર કરી લેવું અને એમાં મીઠું, લીલા મરચાં અને સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરી દો. અંતે આ ખીરામાં 1 થી 2 ચમચી કડકડતું ગરમાગરમ તેલ રેડી દેવું. તેલ નાખતાવેંત બેટરને સારી રીતે ફેંટી લૈવું.

તળવાની યોગ્ય ટૅકનિક (Vada Frying Trick)
બેટરમાં ગરમ તેલ મિક્સ કરવાની સાથોસાથ વડાને યોગ્ય તાપમાને તળવા પણ એટલા જ જરુરી છે. તેલને મધ્યમથી ફાસ્ટ તાપે ગરમ કરવું. હાથમાં થોડું પાણી લઇને વડાને શૅપ આપવો અને ધીમેથી તેલમાં છોડવું. ગરમ તેલ મિક્સ કરવાની ટ્રિક ત્યારે જ કારગર સિદ્ધ થાય છે જ્યારે તમે એને યોગ્ય તાપમાને તેલમાં ફ્રાય કરશો!
આ ટ્રિકના ફાયદા
ઓછું તેલ શોષાવાને લીધે ઘરે બનાવેલા આ વડા ખાવામાં અત્યંત હળવા મહેસૂસ થાય છે. આથી પેટ ભારે નથી લાગતું અને એનો સ્વાદ પણ નિખરીને આવે છે. દાદી-નાનીના આવા નાના-નાના કિચન હૅક (Kitchen Hack)થી જ ધરે બહારથી કેટલાયગણી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.
આ પણ વાંચો: કાળું બળેલું તેલ ઘાતક બની શકે છે, ઉપયોગ કરતા પહેલા આ રીતે રિફાઇન્ડ તેલ સાફ કરો
આ પણ વાંચો: પકોડા તળતી વખતે તેલના છાંટાથી બચાવો પોતાને આ રીતે
આ પણ વાંચો: પુરી તળ્યા બાદ તેલ પડી છે કાળું, આ ઉપાય કરી 2 મિનિટમાં તેલ સાફ થઈ જશે
