Not Set/ બાબા સાહેબની પ્રતિમા સ્થળાંતરનો મામલો, દલિત સમાજ એકત્ર થતા તંત્રએ કરી પીછે હટ

રાજકોટ રાજકોટ કાલાવડ રોડ પાસે જડૂસ રેસ્ટોરન્ટ પાસે આવેલ જમીન પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સ્થળાંતર કરવા આવેલા મનપાની ટીમનો દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મહત્વનું છે કે દલિત સમાજના લોકો એકઠા થઈ જતા તંત્રને પીછે હટ કરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે રાજકોટ મનપાના કમિશ્નર દ્વારા આ જમીનને પીપીમાં નાખી દેવામાં આવી […]

Gujarat Rajkot Trending

રાજકોટ

રાજકોટ કાલાવડ રોડ પાસે જડૂસ રેસ્ટોરન્ટ પાસે આવેલ જમીન પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સ્થળાંતર કરવા આવેલા મનપાની ટીમનો દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

મહત્વનું છે કે દલિત સમાજના લોકો એકઠા થઈ જતા તંત્રને પીછે હટ કરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે રાજકોટ મનપાના કમિશ્નર દ્વારા આ જમીનને પીપીમાં નાખી દેવામાં આવી છે. જ્યારે દલિત સમાજના લોકો અહિં બોદ્ધ વિહાર બને તે માટે માંગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે આ જમીન પર કાળુભાઈ ગોહિલનું તેમના પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી અહિં વસવાટ કરે છે અને તેમના દ્વારા અહિં બાબા સાહેબની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.

દલિત સમાજના આગેવાને આ ઘટનાને તંત્ર દ્વારા જમીન ખાલી કરવાનું ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે તંત્ર આ જમીન કાળુ ભાઈ પાસેથી ખાલી કરવી બિલ્ડરને સોંપવા માંગે છે જેના કારણે મૂ્ર્તિ હટાવવાની વાતો કરે છે.