Not Set/ હત્યાના એક અઠવાડિયા બાદ સ્કુલના વાલીઓ ભયભીત,વાલીઓનો સ્કુલ લીવીંગ લેવા ધસારો,સ્ટુડન્ટ્સની પાંખી હાજરી

વડોદરા, વડોદરાના બરાનપુરા સ્થિત ભારતી વિદ્યાલય ખાતે ગત શુક્રવારે નવમા ધોરણના વિદ્યાર્થી ની હત્યાના બનાવ બાદ સ્કુલમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે એટલું જ નહીં પણ વાલીઓ તેમના સંતાનોને સ્કુલમાંથી ઉઠાડી લેવાના પ્રયત્નો કરી રહ્યાં છે.ભારતી વિદ્યાલયમાં સાતમાં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના વાલી નામ નહીં આપવાની શરતે કહે છે કે દેવની હત્યા બાદ મને […]

Uncategorized
વડોદરા,

વડોદરાના બરાનપુરા સ્થિત ભારતી વિદ્યાલય ખાતે ગત શુક્રવારે નવમા ધોરણના વિદ્યાર્થી ની હત્યાના બનાવ બાદ સ્કુલમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે એટલું જ નહીં પણ વાલીઓ તેમના સંતાનોને સ્કુલમાંથી ઉઠાડી લેવાના પ્રયત્નો કરી રહ્યાં છે.ભારતી વિદ્યાલયમાં સાતમાં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના વાલી નામ નહીં આપવાની શરતે કહે છે કે દેવની હત્યા બાદ મને મારા દીકરાને સ્કુલે મોકલતા ભય લાગે છે.મેં સ્કુલ લીવીંગની માંગણી કરી છે પરંતું શાળા અમને એલસી આપતી નથી.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં ભારતી વિદ્યાલયમાં દસમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ 31 ચપ્પુના ઘા મારીને નવમા ધોરણના દેવ તડવી નામના વિદ્યાર્થીની સ્કુલના બાથરૂમમાં હત્યા કરી નાંખી હતી.

આ હત્યા પછી સ્કૂલમાંથી પોતાના સંતાનોને ઉઠાવી લેવા એલસીની માગણી કરતાં વાલીઓની સંખ્યા વધી રહી છે, જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ આખરે હાલમાં કોઈ વાલીને શાળા છોડયાનું પ્રમાણપત્ર ન આપવા આદેશ ફરમાવ્યો છે.. હત્યાની ઘટનાને આજે એક અઠવાડિયાનો સમય વીતવા આવ્યો છે, છતાં પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી હતી.

બીજી તરફ એલ.સી લેવા અને તે માટેની પૂછપરછ કરવા વાલીઓનો સ્કૂલ પર સતત ધસારો વર્તાઈ રહ્યો છે. સ્કૂલના શિક્ષકો વાલીઓને હવે રાબેતા મુજબની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જણાવી સમજાવી રહ્યા છે. સ્કૂલમાં શિક્ષણકાર્ય કરવાનું તો દૂર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માનસિક રીતે સજ્જ કરવાની સાથે તેમને સ્વસ્થ કરવાને પ્રાથમિકતા આપવાની સ્કૂલના શિક્ષકોને ફરજ પડી છે.

ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને મુદ્દે સાવધ બનેલા શાળા સંચાલકોએ સ્કૂલની પાછળનો ગેટ સદંતરપણે બંધ કરી વિદ્યાર્થીઓની આવન-જાવન માટે આગળના મેઈન ગેટનો જ ઉપયોગ શરૃ કર્યો છે. એટલું જ નહીં, બે શિક્ષકો અને ચોથા વર્ગના એક કર્મચારી દ્વારા મેઈન ગેટ પર સઘન ચેકિંગ શરૃ કરી દેવાયું હતું.

જોકે સ્કૂલમાં પહેલા ધોરણથી આજ સુધી અભ્યાસ કરનારા એક તેજસ્વી વિદ્યાર્થી તેમજ તેના પરિવારજનોએ ઘટના બાબતે ખેદ વ્યક્ત કરી રાબેતા મુજબની સ્થિતિ વહેલી તકે સ્થપાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.