Health & Fitness News : મોટાભાગના ગુજરાતી ઘરોમાં ભીંડા (Crispy Okra)નું શાક અચૂક બનતું હોય છે. ભીંડા સ્વાદમાં ઉત્તમ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. જોકે, ઘણી ગૃહિણીઓની એક સામાન્ય ફરિયાદ હોય છે કે શાક બનાવતી વખતે ભીંડામાંથી ચીકાશ છૂટી પડે છે, જેના કારણે બાળકો કે ઘરના સભ્યો તેને ખાવાનું ટાળતા હોય છે.
જો તમારા ઘરમાં પણ આ સમસ્યા થતી હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! આજે જાણીએ એક એવી સિક્રેટ રેસિપી, જેનાથી ભીંડા સહેજ પણ ચીકના નહીં થાય અને એકદમ કુરકુરા તથા ક્રિસ્પી બનશે.

Crispy Okra : સામગ્રીનું પરફેક્ટ માપ (250 ગ્રામ ભીંડા માટે)
રેસ્ટોરન્ટ (Restaurant)સ્ટાઈલ ક્રિસ્પી ભીંડા બનાવવા માટે નીચે મુજબની સામગ્રી એકઠી કરી લો
250 ગ્રામ ભીંડા, 2 મોટી ચમચી ચણાનો લોટ, 1 મોટી ચમચી ચોખાનો લોટ.1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું.તળવા માટે ઉત્તમ ગુણવત્તાનું શુદ્ધ તેલ.
બનાવવાની તબક્કાવાર અને આસાન રીત
ભીંડાની ચીકાશ દૂર કરીને તેને કુરકુરા બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
ભીંડાને પાણીથી બરાબર ધોઈને કોટનના ચોખ્ખા કપડા (Clean clothes)થી સાવ કોરા કરી લો. યાદ રાખો, જો ભીંડામાં ભેજ હશે તો ચીકાશ થશે. હવે ભીંડાની લાંબી ચીરીઓ કરો અને જો મોટા બીજ હોય તો તે કાઢી લો.
એક મોટા વાસણમાં સમારેલા ભીંડા (Chopped okra)લો. તેના પર ચણાનો લોટ, ચોખાનો લોટ, મરચું, હળદર, ધાણાજીરું અને આમચૂર પાવડર છાંટીને હળવા હાથે મિક્સ કરો, જેથી બધો મસાલો ભીંડા પર બરાબર કોટ થઈ જાય.
કડાઈમાં તેલ એકદમ સરસ ગરમ થાય એટલે છેલ્લે ભીંડામાં મીઠું ઉમેરીને મિક્સ કરો. ગરમ તેલમાં થોડા-થોડા ભીંડા ઉમેરીને મધ્યમથી તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

દાળ-ભાત અને રોટલી સાથે માણવા માટે તૈયાર
ગરમાગરમ અને કુરકુરી ક્રિસ્પી ભીંડી બનીને તૈયાર છે. તેને દાળ-ભાત કે રોટલી સાથે પીરસવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જશે. સારી ગુણવત્તાવાળા તેલનો ઉપયોગ કરવાથી વાનગી ઓછું તેલ શોષે છે અને તેનો કુદરતી સ્વાદ જળવાઈ રહે છે.
આ પણ વાંચો :મોંઘા ફેશિયલ પર પૈસા ખર્ચતા પહેલા અજમાવો આ દેશી નુસખો, ચહેરા પર આવશે કુદરતી ગ્લો
આ પણ વાંચો :નાની ઉંમરમાં ત્વચા પર થઈ ગયા છે ખીલ?, તો આ ૩ સરળ સ્ટેપ્સથી મેળવો ગ્લોઈંગ સ્કિન
આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.
