Fashion & Beauty News : આજના સમયમાં ત્વચાની ચમક જાળવી રાખવા માટે લોકો બ્યુટી પાર્લરમાં ફેશિયલ અને મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. પરંતુ જૂના (Desi Ubtan)જમાનામાં આપણી નાની-દાદી કોઈ પણ કેમિકલયુક્ત ક્રીમ કે ફેસવોશ વગર પણ પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખતી હતી. રસોડામાં (Home Remedies )જ હાજર બેસન, હળદર, દહીં અને મધ જેવી પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલું ઉબટન ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરીને કુદરતી ચમક (Glowing Skin)આપવાનું કામ કરે છે.

ઘરે જ કેવી રીતે તૈયાર કરવું સ્પેશિયલ દેશી ઉબટન?
આ દેશી ઉબટન બનાવવા માટેની સામગ્રી અને રીત અત્યંત સરળ છે:
જરૂરી સામગ્રી: 1 કટોરીમાં 2 ચમચી બેસન, 1 ચપટી હળદર, 1 ચમચી દહીં અને અડધી ચમચી મધ લેવું.
બનાવવાની રીત: આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. જો તમારી સ્કિન વધુ ડ્રાય (કોરી) હોય તો તેમાં ગુલાબજળના બદલે દૂધના થોડાં ટીપાં પણ ઉમેરી શકાય છે.
Desi Ubtan : ઉબટન લગાવાની સાચી રીત અને નિયમ
ઉબટનનો પૂરો ફાયદો મેળવવા માટે તેને સાચી રીતે લગાવવું ખૂબ જ જરૂરી છે
વાપરવાની રીત: સૌપ્રથમ ચહેરાને ફેસવોશથી સાફ કરી લો. ત્યારબાદ આ ઉબટનની પાતળી લેયર (A thin layer of ubtan)ચહેરા અને ગરદન પર લગાવો.
સમયગાળો: તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. પેસ્ટ પૂરેપૂરી સુકાય તે પહેલાં પાણીની મદદથી હળવા હાથે મસાજ કરીને ચહેરો ધોઈ લો અને છેલ્લે મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો.
કેટલી વાર વાપરવું: અઠવાડિયામાં 1 વખત આ ઉબટનનો ઉપયોગ કરવો પૂરતો છે. વધુ પડતું ઘસવાથી ત્વચા પર બળતરા કે રૂક્ષતા આવી શકે છે.
શા માટે ત્વચા માટે વરદાન ગણાય છે આ હોમમેડ ઉબટન?
આ દેશી નુસખામાં વપરાતી દરેક સામગ્રી ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે:
બેસન: ત્વચામાંથી વધારાનું તેલ (Oil) અને ગંદકી દૂર કરી ચહેરાને ડીપ ક્લીન કરે છે.
દહીં: તેમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનને જેન્ટલી એક્સફોલિએટ કરીને સિલ્કી અને મુલાયમ બનાવે છે.
મધ: ત્વચામાં કુદરતી ભેજ જાળવી રાખે છે અને શુષ્કતા દૂર કરે છે.
હળદર: તેમાં રહેલું કરક્યુમિન એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે પિમ્પલ્સ અને દાગ-ધબ્બા ઘટાડે છે.
આ પણ વાપરો : નાની ઉંમરમાં ત્વચા પર થઈ ગયા છે ખીલ?, તો આ ૩ સરળ સ્ટેપ્સથી મેળવો ગ્લોઈંગ સ્કિન
આ પણ વાપરો : આજે છે 13 ઓગસ્ટ …વિશ્વ અંગદાન દિવસ, જાણો આ વર્ષની થીમ, ઇતિહાસ અને મહત્વ
આ પણ વાપરો : તહેવારમાં ચહેરો ચાંદ જેવો ચમકશે! ઘરે જ પળવારમાં કીવી ફેશિયલ વડે મેળવો પાર્લર જેવો ઇન્સ્ટન્ટ ગ્લો
