Health Tips/ ગરમીમાં દહીં સાથે આ 3 ચીજો ભૂલથી પણ ન ખવાય

જાણો દહીં ખાવાના અસલી ફાયદા

Health & Fitness Lifestyle

ડૉક્ટરો દ્વારા હંમેશા કહેવામાં આવતું હોય છે કે દૂધ અને દૂધની બનાવટોનું સેવન હંમેશા કરવું જોઈએ. કારણ કે તે કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ સૌથી પહેલાં દહીંથી મળતા ફાયદા વિશે અને ત્યારબાદ દહીં સાથે કઈ કઈ ચીજોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ..

  • દહીંમાં પ્રોબાયોટિક ગુણ હોય છે. આમ તો દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • દહીંના કારણે પાચનશક્તિ વધવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
  • દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેના પરિણામે શરીરના હાડકા મજબૂત રહે છે.
  • આ ઉપરાંત વિટામિન બી2, વિટામીન બી12, મેગ્નેશિયમ પોટેશિયમ અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ વધુ હોય છે.
  • દહીંમા અનેક પોષકતત્વો હોવાના કારણે તેને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે.
  • દહીં રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે, જેની સાથે દહીં ખાવાથી દહીં હાનિકારક બની જાય છે.
  • જો સ્વાદ માટે તમે આ દહીંમાં પ્રકારનું મિશ્રણ કરતા હોય તો સમજી જાવ કે તમારા શરીરમાં ઝેરી પદાર્થો ઠલવાઈ રહ્યા છે. આ ઝેરી પદાર્થ  રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ ઝડપથી ઓછી કરી નાખે છે.

દહીં અને કેરી
ઉનાળાની શરૂઆત થવાની સાથે આપણે કેરીની પણ આતુરતાથી રાહ જોતા હોઈએ છે. કેરી કે કેરીના રસ જોતા જ મોં માં પાણી આવી જતું હોય છે. ઘણી વખત આપણને ગરમીમાં મેન્ગો લસ્સી પીવાનું પણ પસંદ કરીએ છીએ. પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કેરી અને દહીંની તાસીર એકબીજાથી ઉલટી હોય છે. તેથી જો આ બંનેને ભેળવીને ખાવામાં આવે તો ત્વચા સંબંધિત બીમારી થઈ શકે. એટલું જ નહીં, શરીરમાં ઝેર પણ વધે છે. જે આપણી પાચનક્રિયા પર અસર કરે છે.

દહીં સાથે દૂધ
આ સાથે આમ તો દહીં દૂધમાંથી જ બનતું હોય છે. પરંતુ આયુર્વેદમાં આ બંનેને સાથે ખાવાની મનાઈ કરેલ છે. દૂધ અને દહીં એકસાથે ખાવાથી ઝાડા, પેટમાં દુઃખાવો, ઈનડાયજેશન જેવી પેટની સમસ્યાઓ થઈ શકે.

દહીં સાથે ડુંગળી
આ સાથે ગરમીમાં ઘણી વખત લોકો રાયતું બનાવે છે. જેમાં દહીં સાથે ડુંગળી પણ ભેળવે છે. આવું કરવાથી સ્વાદ તો સારો આવશે પણ સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન થઈ શકે. આયુર્વેદના મત મુજબ દહીંની તાસીર ઠંડી હોય છે, જ્યારે ડુંગળીની તાસીર ગરમ હોય છે. જેથી બંનેનો સાથે પ્રયોગ કરવાથી તમને એલર્જી તેમજ ચામડીના રોગો થઈ શકે છે. શરીર પર ચકામા, એક્સીમા, સોરાયસીસ, ગેસ એસીડીટી અને ઉલ્ટી સહિતની સમસ્યા ઉદભવી શકે.

આ પણ વાંચો- કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને પણ મળે છે લાભ, ફક્ત 12 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો 

આ પણ વાંચો- બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ